Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કોર્પોરેટ જગત

મોદી સરકારના ૪ વર્ષ

મોદી સરકારના ૪ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ ગાળા દરમ્યાન ભારત માં આર્થિક ક્ષેત્રે ઘણા આમૂલ પરીવર્તન આવ્યા છે. છેલ્લા ૪ વર્ષ માં ડિમોનેટાયજેસન, જીએસટીનું અમલીકરણ, પેટ્રોલનું ડિકંટ્રોલિંગ, દરેક ગામમાં વીજળી, ડાઇરેકટ ટેકસ તથા ઇન ડાઇરેકટ ટેકસ કલેકસન માં થયેલ અસાધારણ વૃદ્ઘિ, ઈઝ ઓફ ડૂઇંગ બિજનેસના વિશ્વના રેંકિંગ માં ભારતની છલાંગ, વિશ્વના GDP ની દ્રષ્ટિ એ સૌથી મોટા દેશો માં ૧૦માં નંબર પરથી ૫માં નંબર પર ભારતનું સ્થાન, ૧૦૦ સ્માર્ટ સિટીનો પ્રારંભ, મેક ઇન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ઉજ્જવલા યોજના, વગેરે અનેક વિધ સુધારાનો અમલ શરૂ થયો છે. જોકે ઘણા ક્ષેત્રમાં અપેક્ષા મુજબ કામ નથી થયું. કાશ્મીરનો પ્રશ્ન, રેલ્વેનું આધુનિકરણ, ગંગા સુદ્ઘિકરણ વગેરે માં જોઈએ એવા પરિણામો નથી મળ્યા. આમ છતાં ભારતની અર્થ વ્યવસ્થા મજબૂત છે અને ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમય થી ઘરેલુ તથા વૈશ્વિક ઘણા પરિબળોની અસર શેર માર્કેટ પર દેખાઈ રહી છે અને ખાસ કરી ને મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં ધોવાણ થયું છે. ૨૦૧૯ ની ચૂંટણી સુધી બજાર માં ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. આવા સમયે ઇન્વેસ્ટરો ની ધીરજ ની ખરી કશોટી થશે. આજે આપણે કેમિકલ ક્ષેત્ર ની પિગ્મેંટ અને એગ્રો કેમિકલ માં કાર્યરત એવી મેદ્યમણી ઓર્ગેનિકસ લિમિટેડ વિષે ચર્ચા કરીશું.   

( રેગ્યુલર અપડેટ માટે ટેલિગ્રામ એપ્પ ડાઉનલોડ કરો અને જોડાવોઃ t.me/valuepickgems)

મેઘમણી ઓર્ગેનિકસ લિમિટેડ (BSE ÀùÍ : 506590)

કંપની પરિચય

મેઘમણી ઓર્ગેનિકસ લિમિટેડની સ્થાપના ૧૯૮૬ માં ગુજરાત ઇંડસ્ટ્રીઝના નામે થઈ હતી. કંપની એ પિગ્મેંટ ગ્રીન ૭થી જાણીતા પિગ્મેંટથી શરૂઆત કરી હતી. ૧૯૯૫માં કંપની MOL નામે જોઇન્ટ સ્ટોક કંપની બની અને એગ્રો કેમિકલનું ઉત્પાદન પણ ચાલુ કર્યું. આજે થેલોસાઈનાઇન બેસ્ડ પિગ્મેંટનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન કરતી કંપની છે. બ્લૂ પિગ્મેંટમાં એ વિશ્વની ટોચની ૩ કંપનીમાં સ્થાન ધરાવે છે અને વિશ્વ નું 8% માર્કેટ શેર ધરાવે છે. પિગ્મેંટના ૩ પ્લાન્ટની ટોટલ કેપેસિટી ૩૧૦૦૦ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. એગ્રો કેમિકલમાં કંપની વિવિધ પેસ્ટિસાઇડ્સ અને ઇન્ટરમીડિએટનું ઉત્પાદન કરે છે. એગ્રો કેમિકલ ના ૩ પ્લાન્ટની ટોટલ ક્ષમતા ૨૭૦૦૦ મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે. આ ઉપરાંત કંપની કોસ્ટિક કલોરીન, કોસ્ટિક સોડા, કોસ્ટિક પોટાશ જેવા વિવિધ બેસિક કેમિકલ પણ બનાવે છે. કંપનીનો દહેજ સ્થિત ૧૧૯૦૦૦ મેટ્રિક ટનનો પ્લાન્ટ વિશ્વનો ચોથા નંબરનો સૌથી મોટો પ્લાન્ટ છે. કોસ્ટિક સોડાના પ્લાન્ટની કેપેસિટી ૨૦૧૯ સુધી માં ૨૫૦૦૦૦ મેટ્રિક ટન ની થશે. આ પ્લાન્ટની જરૂરિયાત ને પૂરી કરવા કંપનીનો ૬૦ MW કેપેસિટીનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ પણ છે જેની ક્ષમતા વધીને ૯૦ MW થવા જઈ રહી છે. પિગ્મેંટ સિગમેંટનો હિસ્સો કંપનીના રેવેન્યુમાં ૩૫્રુ જેટલો છે. કંપની પિગ્મેંટ સિગમેંટમાં ૨૦૦થી વધુ અને એગ્રો કેમિકલ માં ૯૦ થી વધુ MNC કસ્ટમર ધરાવે છે. 

ફાઇનાન્સિયલ કામગીરી અને મૂલ્યાંકન

FY17માં કંપનીનું કુલ વેચાણ ૧૪૨૩ કરોડ હતું જે FY18માં વધીને ૧૮૪૩ કરોડ થયું છે. જયારે કંપની નો ચોખ્ખો નફો FY17માં ૧૧૬ કરોડ હતો જે FY18માં વધીને ૨૩૯ કરોડ થયો છે. FY17માં કંપનીનો EPS ૩.૪૫ હતો જે FY18માં અંદાજિત ૬.૭૪ થયો છે. કંપનીનો નેટ પ્રોફિટ માર્જિન ૮.૧૫%થી વધી ને ૧૩% થયો છે  FY18માં  કંપનીના EBITDA માર્જિનમાં અંદાજિત ૫૦૦ bpsનો સુધારો થયો છે. જયારે કંપની ની ઇન્ટરેસ્ટ કોસ્ટ જે ૨૦૧૫ માં ૪૮ કરોડ હતી તે દ્યટી ને ૨૦૧૮ માં ૩૦ કરોડ થઈ છે.

ઈન્વેસ્ટમેન્ટ ની તકો

મેઘમણીનો પ્રોડકટ પોર્ટફોલિયો ડાઇવર્સિફાય છે. છેલ્લા વર્ષોમાં કરેલ વિસ્તરણને લીધે ૨૦૧૯ સુધી માં કંપનીનું રેવેન્યુ ૨૧૦૦ કરોડ પહોચી શકે છે. કંપની એ તેની લોંગ ટર્મ ડેટ માં ખાસ્સો એવો ઘટાડો કર્યો છે અને થોડા સમય માજ તે ડેટ ફ્રી કંપની બની જશે. કંપનીનો ડેટ ટુ ઇકિવટિ રેશિયો ૨૦૧૪માં ૧.૫ હતો જે ઘટી ને ૨૦૧૮માં ૦.૪૪ થયો છે. ૨૦૨૧માં આ રેશિયો ૦.૧૪ થવાનો અંદાજ છે. વળી ચાઇના માં આવેલ કલોર-આલકલીના ઉત્પાદન ઘટાડાની અસર તેની કિમત પર થઈ છે. છેલ્લા વર્ષ માં કલોર-આલકલી ના ભાવ માં ૩૦% જેવો વધારો થયો છે જેનો સીધો ફાયદો કંપનીના પ્રોફિટ માર્જિનને થશે. વળી કંપનીએ તેના ત્રણેય સિગમેંટમાં વર્ટીકલ ઇંટિગ્રેસન કરેલ છે. આને લીધે કંપની ના EBITDA માં ઘણો સુધારો જોવા મળ્યો છે. કંપની ના પિગ્મેંટ અને એગ્રો કેમિકલ નું ૫૧્રુ રેવેન્યુ એકસપોર્ટ માથી આવે છે. આમ કંપની સારું એવું વૈશ્વિક માર્કેટ ધરાવે છે. કંપની નો ૯૦% થી વધુ બિજનેસ તેના લોંગ ટર્મ કસ્ટમર પાસે થી આવે છે. આમ કંપની ના કસ્ટમર રિલેસન ખૂબ સારા છે. કંપનીનું ૭૦થી વધુ ઓવરસિસ ડિસ્ટ્રિબ્યુટર્સ નું ગ્લોબલ નેટવર્ક છે. વિશ્વ નું પિગ્મેંટ નું માર્કેટ ૨૦૧૬ માં ૨૪૦૦ કરોડ ડોલર હતું જે ૨૦૨૩ સુધી માં ૩૨૦૦ કરોડ ડોલર ને આંબી જશે. પરિયાવરણ ની વૈશ્વિક સમસ્યા ને જોતાં ઓર્ગનિક પિગ્મેંટની ડિમાન્ડ વધી રહી છે અને MOL ઓર્ગેનિક પિગ્મેંટ ની માર્કેટ લીડર હોવા ને લીધે કંપની ના વિકાસની ઉજ્જવળ તક રહેલી છે.    

આઉટલૂક

ભારતના GDPમાં કેમિકલનો હિસ્સો ૨.૧૧% છે અને એ વધારવા માટે સરકારે નેશનલ કેમિકલ પોલિસી ડ્રાફ્ટ કરેલ છે. આવનારા વર્ષોમાં કેમિકલ ક્ષેત્રે ભારત ની કંપનીઓ ખૂબ સારું પ્રદર્શન કરી શકે છે. મેઘમણી ભારતની ટોચની કેમિકલ કંપનીઓ માની એક છે. જાણીતા બ્રોકરેજ હાઉસ એ કંપનીના શેરના ૧૫૦થી વધુના ભાવ આવવાની સંભાવના દર્શાવી છે. 

ડિસ્કલેમરઃ લેખક SEBIના રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ નથી. ઉપરનો લેખ એ રિસર્ચ રિપોર્ટ નથી કે શેર લેવાની ભલામણ નથી. આપેલી માહિતી જાહેર માધ્યમ માં પ્રાપ્ય છે. શેર બજાર માં નિવેશ કરતાં પહેલા તમારા આર્થિક સલાહકાર ની સલાહ લેવી હિતાવહ છે.

જસ્મિન મહેતા - ગૌરાંગ સંઘવી

E mail : valuepickgems@gmail.com

(3:52 pm IST)