Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કોર્પોરેશનની વાહન ખરીદીમાં અર્ધા લાખનો ગોટાળોઃ મેયરને ફરિયાદઃ તપાસનો ધમધમાટ

મીની ક્રેઇનની ચેસીસ ખરીદીનાં બીલમાં આર.ટી.ઓ. રજીસ્ટ્રેશનનાં નામે ગોલમાલ થયાની ફરિયાદ કમિશનરને મળતાં દોડધામ

રાજકોટ તા. ૧૧ : મ્યુ. કોર્પોરેશન દ્વારા થતી વાહન ખરીદીમાં અર્ધા લાખથી વધુ રકમનો ગોટાળો થયાની ફરિયાદ મેયર - કમિશ્નર સમક્ષ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવતા તંત્રવાહકોમાં દોડધામ મચી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે જાગૃત નાગરિક દ્વારા મેયર અને મ્યુનિ. કમિશ્નરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, મ્યુનિ. કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપ દ્વારા ૨ મીની ક્રેઇન માટેની ચેસીસ બે એજન્સી પાસેથી ખરીદવા સ્ટેન્ડીંગ કમિટિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી મંજુરી મેળવી છે અને બે ચેસીસ માટે રૂ. ૧૨.૬૮ લાખ ચુકવ્યા છે.

વધુમાં જાગૃત નાગરિકે મેયરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ચેસીસના આર.ટી.ઓ. ઓફિસ ખાતેનો ચાર્જ રૂ. ૬૯,૮૬૦ ચુકવવાનું ભાવમાં દર્શાવવામાં આવ્યું છે અને તે મુજબ બીલ બનાવી એજન્સીને બીલ ચુકવવામાં આવેલ છે. પરંતુ હકીકતો કોર્પોરેશનના વાહનોને આર.ટી.ઓ. રજીસ્ટ્રેશન ફીમાંથી મુકિત મળે છે. આમ છતાં આરટીઓ રજીસ્ટ્રેશન ફી ચુકવવામાં આવી હોવાનું બીલમાં દર્શાવામાં આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાગૃત નાગરિક દ્વારા આ બીલ મંજુરીની તપાસની માંગ કરવામાં આવી છે.(૨૧.૨૯)

(3:41 pm IST)