Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીની સૌરાષ્ટ્રની સૌપ્રથમ એકેડેમીનો રાજકોટમાં પ્રારંભ

ફેશન અને ઇન્ટીરીયર ડીઝાઇનમાં વિદ્યાર્થીઓ પગભર બની શકે તેવા આશયથી : અભિનેત્રી તન્વી વ્યાસના હસ્તે લોકાર્પણઃ આઇડીટીના ડિરેકટર અનુપમ ગોયલ અને રાજકોટના સેન્ટર ડિરેકટર રાજેશ અંતાલાની ઉપસ્થિતિ

 રાજકોટઃ  તા.૧૧ ફેશન અને ઇન્ટીરીયર ક્ષેત્રેની વધતી જતી માંગને પહોંચી વળવા અને વિદ્યાર્થીઓ પોતાનું ભાવી સુદ્રઢ બનાવી પગભર બની શકે તે આશયે સુરતથી પ્રારંભ થયેલ  ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (આઇડીટી) ની રાજકોટ શાખાનું અભિનેત્રી અને મીસ ઇન્ડિયા અર્થ તન્વિ વ્યાસ દ્વારા આઇડીટીના ડિરેકટર શ્રી અનુપમ ગોયલ તેમજ રાજકોટના સેન્ટર ડિરેકટર શ્રી રાજેશ અંતાલાની ઉપસ્થિતીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું

 છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત આઇડીટી એકેડમી દ્વારા સૌરાષ્ટ્રમાં તેનું પ્રથમ સેન્ટર રાજકોટ ખાતે  શરૂ કરાયું છે. અહિ ફેશન અને ઇન્ટીરીયરના શિક્ષણ માટેની તમામ મોર્ડન સામગ્રી, વૈજ્ઞાનિક ઢબે ડિઝાઇન કરેલ અત્યાધુનિક લેબ, હાઇટેક કોમ્પ્યુટર લેબ, પ્રોજેકટર સાથેનો ઓડિયો વિઝયુઅલ રૂમ, ઉત્તમ લાઇબ્રેરી, સીસીટીવી કેમેરા, વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. સાથે નિફટીમાં અભ્યાસ કરી ચુકેલા અનુભવી એકસપર્ટ  ફેકલ્ટી અને નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે. ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સમાવી શકાય તેવુ સેન્ટર સેન્ટ્રલી એસી અને અન્ય સુવિધાઓ સાથે કાર્યરત કરાયું છે.

 આ પ્રસંગે આઇડીટી રાજકોટના સેન્ટર હેડશ્રી રાજેશ અંતાલાએ જણાવ્યું હતુ કે આજે ફેશનનું ફિલ્ડ   ખુબજ વિસ્તર્યુ છે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ફેશન અને ઇન્ટીરીયર ડિઝાઇન ક્ષેત્રે આગળ વધે અને કારકીર્દી ઘડી સારી એવી આવક મેળવી શકે તે માટે આ સેન્ટર રાજકોટમાં કાર્યરત કરવુ તે અમારો ધ્યેય હતો. આપણા વિદ્યાર્થીઓના ભવિષ્યને તેના  અભ્યાસની સાથે જ વર્તમાનમાંજ ઉજળુ બનાવવુ છે આથી જ ફેશન અને ઇન્ટીયર ક્ષેત્રે આપણાં વિદ્યાર્થીઓ દુનિયાભરમાં જઇ પોતાની ફલક વિસ્તારી શકે તે માટે રાજકોટમાં આઇડીટીનું સેન્ટર લાવતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ

 જયારે આઇડીટીના ડિરેકટર શ્રી અનુપમ ગોયલએ જણાવ્યું હતુ કે અમારૂ ધ્યેય છે ફેશન એજયુકેશનને પાયાના લોકો સુધી પહોંચાડવુ તેમજ નેકસ્ટ જનરેશનના ટેલેન્ટને જન્મ આપી તેની કેરીયર બનાવવી. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે રાજકોટમાં આઇડીટીનું સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ સેન્ટર ખુલતા અમને આનંદ થાય છે.

 અભિનેત્રી  અને મીસ ઇન્ડિયા અર્થ તન્વિ વ્યાસ દ્વારા આઇડીટીના રાજકોટ સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું. ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન એન્ડ  ટેકનોલોજી (આઇડીટી) દ્વારા ત્રણ વર્ષના ડિપ્લોમાં કોર્સ ફેશન અને ઇન્ટીરીયર ડીઝાઇનમાં લેવાય છે. જેનું સર્ટીફિકેટ સમગ્ર ભારતમાં માન્યતા ધરાવે છે.  આ સંસ્થા આઇએસઓ ૯૦૦૦ માન્ય સંસ્થા છે. આઇડીટી એકમાત્ર એવી સંસ્થા છે. જેેને ભારત સરકારના મેઇક ઇન ઇન્ડિયા કમ્પેઇન અંતર્ગત  વર્ષ ૨૦૧૫-૧૬માં ન્યુયોર્ક ફેશન વીકમાં ભાગ લીધો હતો. સુરતમાં હેડ કર્વાટર ધરાવતી આ સંસ્થાના ભારતભરમાં ૧૦ થી વધુ સેન્ટરો કાર્યરત છે. જો વિદ્યાર્થીઓ ૨ વર્ષનો કોર્સ પુર્ણ કરે તો તેને ભારત સરકારના સાહસ 'નીસબડ' દ્વારા સરકાર માન્ય સર્ટીફીકેટ અપાય છે. અને ત્રણ વર્ષ પુર્ણ થયે આઇઆઇઆઇડી દ્વારા સર્ટીફિકેટ અપાય છે. કોર્સ પુર્ણ થયે વિદ્યાર્થીઓને નામી કંપનીઓમાં પ્લેસમેન્ટ અપાવવામાં મદદરૂપ બને છે.

રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર જીએસપીસી ગેસની બાજુમાં ચોથા માળે આઇડીટી નામે ફેશન અને ઇન્ટીરીયર ડીઝાઇન શીખવા ઇચ્છતા વિદ્યાર્થી માટે સેન્ટર કાર્યરત કરાયું છે. જયાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથો સાથ આઇડીટીના મેન્ટરર્સના અનુભવો તેમજ ફેશન અને ઇન્ટીરીયર વિશ્વમાં જવા મોટુ પ્લેટફોર્મ પણ મળે છે. એટલુ જ નહિ આંતરરાષ્ટ્રીય ઇનડસ્ટ્રીમાં કામ કરવાની તક પણ મળે છે. વધુ માહિતી માટે (મો.૯૮૨૪ ૪૯૯૨૧૨) ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:46 pm IST)