Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

નાના નાની, મામા મામીએ માર ખાધા... બાળકોએ ભરપુર ધીંગામસ્તી કરી... હવે વેકેશન પુરૂ સ્કુલ શરૂ

રાજકોટ : આજથી શાળાના વેકેશન ખુલી જતા વિદ્યાર્થીઓએ ગંભીર મુદ્રા ધારણ કરી અભ્યાસમાં મન પરોવ્યુ હતુ. વેકેશનમાં નાના નાની, મામા મામી સાથે ભરપુર ધીંગામસ્તીનો આનંદ લુંટયો! કોઇએ હરવા ફરવાના વિસ્તારોની સહેલગાહ માણી. ભરપુર મનોરંજન માણ્યુ. હવે વેકેશન પુરૂ થતા અને શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓ ફરી અભ્યાસક્રમમાં પરોવાયા છે. વહેલી સવારે જ સ્કુલ યુનિફોર્મમાં ફુલફટાક તૈયાર થઇ ખભે થેલો લઇ વિદ્યાર્થીઓ શાળાએ જવા નિકળી પડયા હતા. વાલીઓ પણ સંતાનોના અભ્યાસના આજે પ્રથમ દિવસે વહાલભરી વિદાય આપવા આતુર બન્યા હતા. તસ્વીરમાં વેકેશન ખુલ્યાના પ્રથમ દિવસનો માહોલ નજરે પડે છે. (તસ્વી : અશોક બગથરીય)

(11:59 am IST)