News of Monday, 11th June 2018

દેવાયત બોદરે સૌરાષ્ટ્રની સંત અને શુરાની ઓળખને ઉજાગર કરીઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટના મવડી ચોકડી ખાતે આહિર કુળના વીરસપુતની પ્રતિમાનુ મુખ્યમંત્રીના હસ્તે અનાવરણઃ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાઃ લોકડાયરો યોજાયો

રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે વીર સપૂત દેવાયત બોદરની પ્રતિમાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અનાવરણ કરતા વિશાળ જનસમુદાય દ્વારા જય મુરલીધરના નાદ ગુંજવા લાગ્યો હતો. મૂર્તિના અનાવરણ પછી સપૂત દેવાયત બોદરની બલીદાન શૌર્યગાથા અને ઇતિહાસનું નવસર્જન થતાં આ ગાથા અને ગૌરવ સમગ્ર રાજ્ય અને દેશને પ્રાપ્ત થયું છે. આહિર સમાજના સપૂત દેવાયત બોદરની હાથમાં વિરતાના પ્રતિક સમાન તલવાર અને ઢાલ સાથેની પ્રતિમા ૭ ફુટની ઉંચાઇ ધરાવે છે. કાંસ્યમાંથી બનાવેલ પ્રતિમાનું વજન ૫૨૫ કિલોગ્રામ છે. આ પ્રસંગે મંત્રી વાસણભાઇ આહિર, સાંસદ પૂનમબેન માડમ સહિત આહિર સમાજના અગ્રણીઓ તેમજ મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડ, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, વડોદરાના મેયર ભરતભાઇ ડાંગર, હરિભાઇ ડાંગર, બાબભાઇ આહિર, શૈલેષ ડાંગર, નાગદાનભાઇ ચાવડા, ડો. દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરીયા, રાજુભાઇ બોરીચા, જે.ડી.ડાંગર, નિતીનભાઇ ભારદ્વાજ સહિત વિશાળ સંખ્યામાં આહિર સમાજના લોકો જોડાયા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ : આહીર સમાજના વીર સપુત દેવાયત બોદરની ૭ ફુટની પરપ કિલો વજનની પૂર્ણકદની કાંસ્યથી નવનિર્મિત પ્રતિમાનું રાજકોકટના મવડી ચોકડી ખાતે ગત રાત્રીના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યુંહતું.

રાજકોટ ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએવીર સપુત દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ પ્રસંગને એમનું સૌભાગ્ય હોવાનું જણાવતા કહ્યું હતું કે આટલી મોટી જનસંખ્યામાં પ્રતિમાનું અનાવરણએ પહેલો પ્રસંગ છે. વીર દેવાયત બોદરએ માત્ર આહીર સમાજ નહી પરંતુ તમામ સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.

વીર સપુત બોદરની ૧૦૦૦ વર્ષ પુરાણી શૌર્યગાથા વાગોળતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના રક્ષણ કાજે તમામ વેદનાઓ ભૂલિ બાળકની આહુતિ આપી દેતા પણ ના ખચકાઇ શ્રી બોદરે વીરતા અને બલીદાનની સૌરાષ્ટ્રની સંત અને શુરાની ઓળખને ઉજાગર કરી હતી.

આ પ્રસંગે સમગ્ર આહિર સમાજની સરાહના કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કૃષ્ણના વંશજ એવા યાદવ સમાજે પરાક્રમ અને શોર્ય દાખવી રાષ્ટ્રના નિર્માણમાં અનન્ય ફાળો આપ્યો છે. આહિર સમાજ શુરવીર, સેવાભાવી મહેનતુ અને પરોપકારી હોવાનું આ તકે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ જણાવ્યું હતું.

અમદાવાદ ખાતે આહિર સમાજની હોસ્ટેલના નિર્માણમાં રાજય સરકાર સહભાગી, બન્યાનું જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ હોસ્ટેલનું બિલ્ડીંગ તમામ પ્રકારની સુખ સુવિધા સાથે અદ્યતન રૂપે નિર્માણ પામશે વિશેષમાં તેમણે કહ્યું હતું કોઇપણ સમાજની દીકરીઓ ભણી-ગણી આગળ વધે તે માટે સરકાર હરહંમેશ મદદરૂપ બન્યાનું અને તેમના ઉત્કર્ષ માટ ેઅનેકવિધ યોજનાઓ લાગુ કર્યાનું શ્રી રૂપાણીએ જણાવ્યું હતું.

અંતમાં શ્રી રૂપાણીએ સંત અને શુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે દેવાયત બોદરની પ્રતિમા પ્રેરણાત્મક બની રહેશે. તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

કાર્યક્રમના અંતે આભારદર્શન પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડે કર્યું હતું આ પ્રસંગે સાંસદો મોહનભાઇ કુંડારીયા, પુનમબેન માડમ, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભગવાનજીભાઇ બારડ, પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી નીતીનભાઇ ભારદ્વાજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, પુર્વધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, પુષ્કરભાઇ પટેલ, જૈમિનભાઇ ઠાકર, રાજુભાઇ અઘેરા, રાજુભાઇ ધ્રુવ, મુળુભાઇ બેરા, વડોદરાના મેયર ભરતભાઇ ડાંગર, અગ્રણીઓ નારસિંહ જોટવા, અશોકભાઇ મહેતા, નાગદાનભાઇ ચાવડા, અશોકભાઇ ડાંગર, હરીભાઇ ડાંગર સહીત મોટી સંખ્યામાં આહીર સમાજ ઉપસ્થિત રહ્યો હતો.

(11:56 am IST)
  • આખરે કોંગ્રેસની ઈફ્તાર પાર્ટીમાં પ્રણવ મુખરજીને આમંત્રિત કરાયા : અગાઉ કોંગ્રેસે સંઘના મુખ્યાલયમાં જનાર પ્રણવદા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને ઈફ્તાર પાર્ટીમાં નહિ બોલાવવા નિર્ણય કર્યો હતો : કોંગ્રેસનું પ્રોટોકોલનું બહાનું પ્રણવ મુખરજીના કાર્યાલયે ફગાવ્યું, કહ્યું કે પ્રણવ મુખરજીના કદને હળવાશથી લેવા નિર્ણય કરાયો હતો. access_time 1:38 am IST

  • કેરળમાં ભારે વરસાદ :મૃત્યુ આંક 13 થયો :ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર : દેશના દક્ષિણ ભાગમાં ચોમાસુ સક્રિય થઇ ગયું છે. ચોમાસાને કારણે ઘણા દક્ષિણ રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યા પર પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેરળના અલગ અલગ ભાગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 13 લોકોના મોત નિપજ્યા છે વહીવટીતંત્ર દ્વારા ઘણા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે access_time 12:39 pm IST

  • અમદાવાદમાં 5 કિલો સોનાની લૂંટ ;કાલુપુરમાં દોઢ કરોડની કિંમતનું પાંચ કિલો સોનુ લૂંટીને બે બાઇકસવાર ફરાર થયાના અહેવાલ :પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 9:41 pm IST