Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

જમુના નગરમાં દિલીપભાઇ કછવાના ઘરમાં ચોર ત્રાટકયાઃ ૧.૩૩ લાખની મત્તા ચોરાઇ

રાજકોટઃ સહકાર નગર મેઇન રોડ પર જમના નગર-૩/૫ના ખુણે રહેતાં દિલીપભાઇ માનસીંગભાઇ કછવા (ઉ.૩૯)નું મકાન તા. ૮ના રાત્રીના સવા દસથી તા. ૯ના સવારના સાડા છ સુધી બંધ હોઇ તેના તાળા નકુચા બળપુર્વક તોડી અંદર પ્રવેશ કરી તસ્કરો કબાટમાંથી રૂ. ૩૦ હજાર રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી રૂ. ૧,૦૩,૦૦૦ની મત્તા ચોરી જતાં ભકિતનગરના પીએસઆઇ એન. એ. શુકલાએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(10:30 am IST)