Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

૪૫ લાખ સામે ૫૮ લાખ દીધા તો'ય વધુ વ્યાજ માંગી ધમકીઃ બળજબરીથી પાંચ ચેક પડાવી લીધા

સુભાષનગરના રાજેશભાઇ પાંભરની બીપીન વિરાણી સહિતના વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટઃ કોઠારીયા રોડ પર સુભાષનગર મેઇન રોડ પર રહેતાં રાજેશભાઇ અરજણભાઇ પાંભર (ઉ.૪૦) નામના પટેલ યુવાનને આ વિસ્તારના જ બીપીન રત્નાભાઇ વિરાણી, જીજ્ઞેશ રત્નાભાઇ વિરાણી, રંજનબેન જીજ્ઞેશભાઇ વિરાણી અને દિપ્તીબેન બીપીનભાઇ વિરાણીએ વ્યાજની ઉઘરાણી માટે મારી નાંખવાની ધમકી આપી પાંચ ચેકોમાં બળજબરીથી સહીઓ કરાવી લીધાની ફરિયાદ થઇ છે.

ભકિતનગર પોલીસે આ મામલે રાજેશભાઇની ફરિયાદ પરથી આઇપીસી ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. રાજેશભાઇએ કટક-કટકે આરોપીઓ પાસેથી ૨ ટકા વ્યાજે ૪૫ લાખ રૂપિયા લીધા હતાં. તેની સામે ૧૦ લાખ ચુકવી દીધા હતાં અને વ્યાજના રૂ. ૪૬ લાખ ૮૦ હજાર મળી કુલ રૂ. ૫૮ લાખ ૮૦ હજાર ચુકવી દીધા હોવા છતાં આ તમામે વધુ વ્યાજ માંગી પાંચ ચેકોમાં સહી કરાવી બળજબરીથી પડાવી લઇ વધુ રૂપિયા ન આપે તો મારી નાંખશે તેવી ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પીએસઆઇ ડી.એન. વાંજાએ તપાસ હાથ ધરી છે. રાજકોટઃ રામનાથપરા-૧માં ગુરૂનાનક જ્યોત મકાન ખાતે રહેતાં મુળ પશ્ચિમ બંગાળના વિશ્વનાથ ગુણાધર મલિક (ઉ.૪૮)નું હોન્ડા જીજે૩પીપી-૧૧૯૨ રૂ. ૧૦ હજારનું કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં એ-ડિવીઝનમાં ફરિયાદ થઇ છે.

(10:29 am IST)