Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સોરઠીયાવાડી આસપાસ ૧પ દિ'માં પ મોબાઇલની ચીલઝડપ કરનાર શાદુલ ઉર્ફે શાદુલો પકડાયો

ભકિતનગર પોલીસે ઢેબર કોલોની ઝુપડપટ્ટી પાસેથી દબચ્યોઃ શાદુલ ઇન્સ્ટ્રીઝ એરીયામાં પરપ્રાંતિય મજુરોને ટાર્ગેટ બનાવતો'તો : પરપ્રાંતીય મજુરને મોબાઇલમાં વાત કરતો જોઇ શાદુલ ઝોંટ મારી ભાગી જતો

રાજકોટ તા. ૧૧ : સોરઠીયાવાડી આસપાસ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં છેલ્લા ૧પ દિવસમાં થયેલી પાંચ મોબાઇલની ચીલ ઝડપનો ભકિતનગર પોલીસે ભેદ ઉકેલી નવાગામના શખ્સને પકડી લીધો છે.

કોઠારિયા રોડ પટેલ શેરી નં. પમાં રીક્ષા ચાલક સલીમ નુરમામદભાઇ ત્રાયા (ઉ.ર૯) (રહે પોપટપરા શેરી નં.૧૪) ના મોબાઇલની ચીલઝડપ કરનાર શખ્સ ઢેબર કોલોની ઝૂપડપટ્ટી પાસે આવેલ શૌચાલય પાસે નંબર વગરનુ એકટીવા લઇને ઉભો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ મનરૂપગીરી ગૌસ્વામી કોન્સ મનિષભાઇ શિરોડીયા અને મૈસુરભાઇ કુંભારવાડીયાને બાતમી મળતા પીઆઇ જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે. કામળીયા, એએસઆઇ, ભાનુભાઇ મીયાત્રા, ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ મનરૂપગીરી, રણજીતસિંંહ, હીરેનભાઇ પરમાર સલીમભાઇ મકરાણી, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, મૈસુરભાઇ, મનીષભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ અને હિતેન્દ્રસિંહ સહિતે ઢેબર કોલોની ઝૂપડપટ્ટી પાસે શૌચાલય પાસેથી નંબર વગરના એકટીવા સાથે શાદુલ ઉર્ફે શાદુલો ઇસ્માઇલભાઇ શેખ (ઉ.ર૪) (રહે નવાગા મામાવાડી) ને પકડી લઇ તલાશી લેતા તેની પાસેથી અલગ અલગ કંપનીના પાંચ ચોરાઉ મોબાઇલ મળી આવતા તેની ધરપકડ કરી હતી તેની પુછપરછ કરતા તેણે છેલ્લા ૧પ દિવસમાં સોરઠીયાવાડી સર્કલ આસપાસ, પટેલનગર અને પ૦ ફુટ રોડ વિસ્તારમાંથી મોબાઇલની ચીલઝડપ કર્યાની કબુલાત આપી હતી. શાદુલ મોટાભાગે ઇન્સ્ટ્રીઝ એરીયામાં કામ કરતા પરપ્રાંતિય મજૂરોનેજ ટાર્ગેટ બનાવતો હતો. તે અગાઉ બાઇક ચોરી, મોબાઇલ ચોરીમાં ભકિતનગર, એડીવીઝન, બીડીવીઝન અને થોરાળા પોલીસ મથકમાં પકડાઇ ચૂકયો છે તે એક વખત પાસામાં પણ જઇ ચૂકયા છે.

(3:56 pm IST)