Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખપદે અતુલ કામાણી : ઉપપ્રમુખપદે કિશોર દોંગા

રાજકોટ તા. ૧૧ : રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા આજે કમિશન એસોસીએશનની મીટીંગ બોલાવવામાં આવીફ હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે અતુલભાઇ કમાણી અને ઉપપ્રમુખ પદે કિશોરભાઇ દોંગાની નિમણુંક કરવામાં આવેલ.

આ બન્ને નવનિયુકત હોદેદારોને એસો.ના સભ્યોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.

આ વરણી બદલ બન્ને આગેવાનોએ માર્કેટ યાર્ડના ચેરમેન ડી. કે. સખીયા અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાનો આભાર વ્યકત કરેલ. તેમજ કમિશન એજન્ટોના કોઇપણ પ્રશ્નો માટે નિષ્ઠાથી અવાજ ઉઠાવવા કોલ આપયો હતો.

(3:51 pm IST)