Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

રાજકોટમાં વેકિસનનો ધોધઃ કાલથી રસીકરણ બમણું થશે

૧૮થી ૪૪ વર્ષ સુધીનાં ૧૦ હજાર યુવાઓનેતથા ૪૫ વર્ષથી ઉપરનાં ૭ હજારથી વધુ નાગરીકોને રોજ રસી અપાશેઃ ૫૦ હજાર કોવિડશિલ્ડ રસી આવીઃ પુષ્કર પટેલ

રાજકોટ,તા.૧૧: શહેરમાં વેકસીનેશનની કામગીરી સતત ચાલુ રહે તે માટે સરકાર દ્વારા વધુ ૫૦ હજાર વેકસીન ડોઝ આજે મ.ન.પા.ને ફાળવી દેતા કાલથી ૪૫ થી વધુ ઉંમરના લોકો માટે બમણુ વેકસીનકેશન શરૂ થઇ જશે.તેવો આશાવાદ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે વ્યકત કર્યો હતો.

આ અંગે વધુ વિગતો આપતા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, શહેરમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાઓ માટે રસીકરણ મહાઅભિયાન શરૂ થયુ છે. સાથો સાથ ૪૫ વર્ષથી વધુ વયના વડીલો માટે પણ રસીકરણ ચાલુ જ છે. રાજ્ય સરકાર દ્વારા કોવિડશિલ્ડ વેકિસન મનપાને આજે વધુ ૫૦,૦૦૦ ડોઝ મોકલી દેવાતા હવે રસીકરણ અભિયાનને બ્રેક લાગવાની શકયતા નહિવત છે. જયારે ૧૮ થી ૪૪ વર્ષનાં યુવાઓ માટે કોવેકિસનનો જથ્થો ઉપલબ્ધ છે.

વધુમાં શ્રી પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે, હાલમાં શહેરમાં ૧૮ વર્ષ થી ૪૪ વર્ષ થી ઉપરનાં લોકો માટે ૪૮ સ્થળોએ તથા ૪૫ વર્ષથી ઉપરનાં લોકો માટે ૨૪ સ્થળોએ રસી અપાવામાં આવી રહી છે.લોકોનો ઉત્સાહ જોવા મળતા હવે આવતીકાલથી દરરોજ ૧૮થી૪૪ વર્ષ સુધીનાં ૧૦ હજાર યુવાઓનેતથા ૪૫ વર્ષથી ઉપરનાં ૭ હજારથી વધુ નાગરીકોને રોજ રસી આપવામાં આવશે.

આમ હવે આવતીકાલથી રસીકરણ બમણુ કરવામાં આવશે. 

(3:04 pm IST)