Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેશનની અવિરત કામગીરીઃ અત્યાર

સુધીમાં ૯૮૭ યુનિટનું કલેકશન થયું

રાજકોટઃ કોરાના દર્દીઓને સાજા કરવામાં જે દર્દીઓમાં એન્ટીબોડી બન્યા હોય તેવા દર્દીઓનું પ્લાઝમા આપીને જીવતદાન આપવામાં પ્લાઝમા ડોનરની સાથે-સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલનુ પણ યોગદાન પ્લાઝમા પ્રોસિજર અને કલેકશનની કામગીરીમાં મહત્વનું છે.

 સિવિલ હોસ્પિટલના પેથોલોજી વિભાગમાં બ્લડ બેન્કમાં પ્લાઝમા માટે સીસિપી કાર્યરત કરવામાં આવ્યું છે. તે માટે નોડલ ઓફિસર ડો. કૃપાલ પુજારા શરૂઆતથી જ અથાગ મહેનત કરી રહ્યા છે. આ બ્લડ બેન્કમાં હાલમાં રોજની સાતથી આઠ પ્લાઝમા ફેરેસીસ  પ્રોસીઝર કરવામાં આવે છે. બ્લડ ડોનેશનમાંથી પણ સીસીપી મેળવવામાં આવે છે. શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં ૯૮૭ જેટલા પ્લાઝમા યુનિટ  કલેકટ કરવામાં આવ્યા છે. જેને પીડીયુ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પણ જરૂરિયાત પ્રમાણે આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં ૯૫૦ દર્દીઓને પ્લાઝમા આપવામાં આવ્યું છે.  પ્લાઝમા ડોનેશન માટે રાજકોટના પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે કરેલી પહેલને કારણે તેમની કચેરીના ઘણા બધા પોલીસ કર્મચારીઓ એ પ્લાઝમા ડોનર તરીકે આગળ આવીને પ્લાઝમા ડોનેટ કર્યું છે.

(3:04 pm IST)