Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના નવા પ્રમુખ ડો.પ્રદ્યુમનભાઇ વાજાનું સન્માન

રાજકોટ : પ્રદેશ ભાજપ અનુ.જાતિ મોરચાના નવા પ્રમુખ તરીકે ડો. પ્રદ્યુમનભાઇ વાજાની વરણી થતા શહેર ભાજપ કાર્યાલય ખાતે તેમનો સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ ડી. બી. ખીમસુરીયા, મહામંત્રી નાનજીભાઇ પારઘીના હસ્તે સન્માન કરાયુ હતુ. અંતમાં આભારવિધિ અનુ.જાતિ મોરચાના મહામંત્રી નાનજીભાઇ પારઘીએ કરેલ.  આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રાજુભાઇ અઘેરા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, શામજીભાઇ ચાવડા, લાખાભાઇ બગડા, વજુભાઇ લુણાસીયા, રવિ ગોહેલ, જેન્તીભાઇ ધાંધલ, જીજ્ઞેશ રત્નોતર, મહેશ અઘેરા, કોર્પોરેટર ભારતીબેન મકવાણા, જયશ્રીબેન ચાવડા, બકુલ મકવાણા, પ્રકાશ ચાવડા, મૌલીક જાદવ, પૃથ્વી વણોલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:03 pm IST)