Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઓશો સન્યાસી ભાનુમા (મા પ્રેમમયી) કોરોના સામે જંગ હાર્યા

માધવપુર ઘેડ આશ્રમે રહેવા ગયેલાઃ પરાક્રમસિંહ જાડેજાએ ખૂબ કાળજી રાખેલી : સિવિલ હોસ્પિટલમાં હેડનર્સ તરીકે સેવા આપતા, ઓશો સન્યાસીઓ- પ્રેમીઓ માટે રહેવા- જમવાની વ્યવસ્થા કરાવતાઃ ૮૮ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ વધુ એક જીંદગી કોરોના સામે જંગ હારી ગયા છે. ઓશો જગતના ઓશો સન્યાસીની ભાનુમા (મા પ્રેમમયી)નું  નિધન થયું છે.

ઓશો જગતના જુના સન્યાસીની ભાનુમતી મોહનભાઈ ચંદ્રેશા (ઉ.વ.૮૮) જેનું ઓશોએ આપેલું નામ મા પ્રેમમયીહતું. જેઓ શરૂઆતમાં સિવીલ હોસ્પીટલમાં મેટ્રન તરીકે (હેડનર્સ) ફરજ બજાવેલ. તેઓ આજીવન અવિવાહીત હતા. તેઓ ત્યારે સિવીલ હોસ્પિટલનું જામનગર રોડ પર આવેલ વસાહતમાં રહેતા હતા. ત્યારબાદ નિવૃત થતાં તેઓ રેડકોર્ષ પાસે આવેલ. આદર્શ સોસાયટીમાં તેઓના મકાનમાં રહેતા. બહારગામના સન્યાસી તથા પ્રેમીઓ માટે તથા રહેવાસી તથા જમવાની વ્યવસ્થા, ધ્યાન કરવાની વ્યવસ્થા ભાનુમાં દ્વારા કરવામાં આવતી કારણ કે તેમનું  મકાન મોટુ હતું. તેઓને સહયોગ આપતા સ્વામિ મગનભારતી (મામા) આ રીતે દરેક માટે તેઓનો પ્રેમ સદાય અનરાધાર વહેતો રહેતો હતો. ઓશોએ તેમને સન્યાસનું નામ (મા પ્રેમમયી) આપેલ અને પ્રેમમયી જ જીંદગી જીવતા બાદમાં તેઓ માધવપુર ઓશો આશ્રમમાં રહેવા ગયેલા. ત્યાં ૭ વર્ષ રહ્યા બાદ તબીયત અસ્વસ્થને કારણે રાજકોટ પરત આવેલ. ત્યારે જયોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ ટોપ લેન્ડ એરિયામાં આવેલ તેમના મકાનમાં તેમને રહેવા - જમવા તથા સારસંભાર લેવાની બધી કાળજી પરાક્રમસિંહે લીધેલ.

સાલ યાદ આવેલ છે ૧૯૭૭ની ત્યારે ભાનુમાની સર્વીસ ચાલુ હતી. ત્યારે તેમના ઘર પર પૂનાથી ઓશો સન્યાસી સ્વામિયોગ ચિન્મય તથા જર્મની સન્યાસીની જેઓ ઓશોના ખાસ સન્યાસી હતા. સ્વામિ યોગ ચિન્મયે ઓશોની અનેક બુકોની વાસ્તવિક લખેલી છે અને વધારેને વધારે પ્રશ્નો પૂછેલા છે. તેઓ ઓશોના જે અમુક ખાસ નજીકનાં હતા. એમના એક તેઓ રાજકોટમાં ઓશો આશ્રમ બનાવવા માંગતા હતા. છ મહિના દરમ્યાન સ્વામિ સત્યપ્રકાશે તેઓને અનેક જગ્યાઓ દેખાડેલ. તે સમયમાં ખીરસરા પેલેસ અને આજની તારીખે ખીરસરામાં જે મોટી હોટલ તરીકે પ્રખ્યાત છે. તે ખીરસરા પેલેસ સ્વામિ યોગચિન્મયનુંએ પસંદ કરેલ. પરંતુ કિંમત બાબત બન્નેને અનુકુળ ન આવતા બાદમાં બામણબોરનાં સ્વામિ સંપૂર્ણાનંદના આશ્રમની શુભેચ્છા મુલાકાતે ગયેલા.

આ રીતે જગ્યાએ સ્વામિ યોગ ચિન્મય, જર્મનીના સન્યાસીની ભાનુમાં માં યોગ સમાધિ (મીનાબહેન મોદિ) સ્વામિ સત્યપ્રકાશ સાથે ગયેલા. આ રીતે ભાનુમાં એ સ્વામિ યોગ ચિન્મય તથા જર્મીનની સન્યાસીનીને ૬ મહિના સુધી પોતાના ઘર પર રાખી તેમની સૌરાષ્ટ્રમાં કોઈક ભૂલોપડે ભગવાન- ભગવાનની મહેમાનગતી પૂરેપૂરી સાર્થક કરી હતી. આ સમય દરમ્યાન અનેક લોકો ભાનુમાંને ત્યાં આવતાં અને તેઓ બધાની આ રીતે જ આગતા સ્વાગતા કરતાં સર્વિસ પણ ચાલુ હતી. બધા માટે પ્રેમથી રસોઈ બનાવી જમાડવાની માં પ્રેમમયીનો અતંરનો ભાવ રહેતો.

(1:04 pm IST)