Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મીનરલ વોટરનો જગ પાછો માંગતા નેકનામના દિવ્યેશ પર હુમલો

હરપાલસિંહ અને યુવરાજસિંહે ફટકારતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૧: ટંકારાના નેકનામમાં રહેતાં મિનરલ વોટરનો ધંધો કરતાં દિવ્યેશ કેશવજીભાઇ ચિકાણી (ઉ.વ.૩૦) નામના યુવાનને સાંજે ગામમાં એચપી પેટ્રોલ પંપ પાસે હતો ત્યારે ગામના જ બે શખ્સોએ લાકડીથી માર મારતાં મોઢા, શરીરે, હાથે-પગે ઇજાઓ થતાં ટંકારા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

દિવ્યેશના ભાઇ ચેતનભાઇના કહેવા મુજબ મીનરલ વોટરનો જગ અગાઉ ગામના હરપાલસિંહ અને યુવરાજસિંહને આપ્યો હતો. અઠવાડીયા સુધી આ જગ પાછો ન આપતાં તે માંગવા જતાં બંનેએ હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)