Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

૮૫ાા લાખની લૂંટ કરનારાઓએ 'અબ કભી નહિ આયેંગે' કહી હાથ જોડ્યાઃ સારી કામગીરી માટે પોલીસને ફૂલડે વધાવતાં લોકો

રાજકોટ તા. ૭: સામા કાંઠે ચંપકનગર-૩માં શિવ જ્વેલર્સ નામના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ઘુસી ત્રણ લૂંટારૂઓએ વેપારી મોહનભાઇ વિરમભાઇ ડોડીયા (ઉ.વ.૫૨)ને ચાંદીની વીંટી બતાવવાનું કહ્યા બાદ માર મારી લમણે રિવોલ્વર તાંખી રૂ. ૮૨,૨૬,૯૦૦ના ૨ કિલો ૭૦૦ ગ્રામ સોનાના દાગીના તથા ૨,૫૦,૦૦૦ના ૨ કિલો ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ. ૮૫,૪૬,૯૦૦ની મત્તાની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી. આ ગુનાનો ભેદ શહેર ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસે ઉકેલી ચાર લૂંટારૂઓને ઝડપી લીધા હતાં. રિમાન્ડ દરમિયાન ત્રણ આરોપીને ફરિયાદી અને તેના પુત્રએ ઓળખી બતાવ્યા હતાં. ગત સાંજે ચાર આરોપીઓને જ્યાં લૂંટ કરી હતી એ શો રૂમ ખાતે લઇ જઇ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવતાં લોકો આ કામગીરી જોવા ટોળે વળ્યા હતાં. પોલીસે લૂંટની આ ઘટનાનો ભેદ ઉકેલી પ્રસંશનીય કામગીરી કરી હોઇ ક્રાઇમ બ્રાંચ અને બી-ડિવીઝન પોલીસની ટીમોને લોકોએ ફૂલડે વધાવી હતી. એ પહેલા  લૂંટારૂઓ અવિનાશ ઉર્ફ ફોૈજી ઉત્તમસિંગ બ્રહ્માસિંગ સિકરવાર  (ઉ.વ.૨૩-રહે. ઘરડઘરપુરા મહોલ્લા, ધોલપુર રાજસ્થાન), શુભમ સોવરનસિંગ કુંતલ (ઉ.વ.૧૯-રહે. અજાન ભરતપુર રાજસ્થાન), સુરેન્દ્ર હમીરસિંગ ભરતાઇ (ઉ.વ.૨૦-રહે. બરતાઇ ગામ ભરતપુર રાજસ્થાન) તથા બિકેશ કમ્હેશરસિંગ પરમાર (ઉ.વ.૨૦-રહે. આંતરસુમ્હા ગામ તા. બસેરી જી. ધોલપુર રાજસ્થાન)ને પોલસ કમિશનર કચેરીના પુરાણા લીમડા નીચે કડવાણી ચખાડવામાં આવતાં બૂમબરાડા પાડી ઉઠ્યા હતાં અને 'અબ કભી યહાં નહિ આયેંગે' કહી હાથ જોડી માફી માંગી હતી.  ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી અને તેમની ટીમો તથા બી-ડિવીઝન પીઆઇ એમ. બી. ઓેસુરા, પીએસઆઇ બી. બી. કોડીયાતર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલિમભાઇ માડમ, હેમેન્દ્રભાઇ, રશ્મીનભાઇ પટેલ, મનોજભાઇ સહિતની ટીમોનું લોકોએ ફૂલડે વધાવી સન્માન કર્યુ હતું. એ દ્રશ્યો તસ્વીરમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:04 pm IST)