Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કાલે દાઉદી વ્હોરા સમાજની ઇદ

દરેક પોતાના ઘરે જ નમાઝ પઢશે, મહામારીમાંથી જલ્દી છુટકારો થાય તેવી દુઆ કરશેઃ સોશ્યલ મિડીયાના માધ્યમથી શુભેચ્છાઓ વરસાવશે

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના પવિત્ર રમજાન માસ પૂર્ણ થતાં આવતીકાલે તા.૧૨ને બુધવારના રોજ ઇદ ઉલ ફીતરનો દિવસ છે. કોરોના જેવી મહામારી પરિસ્થિતિને ધ્યાને  રાખીને પવિત્ર રમજાન માસમાં ઘરે રહીને નમાજ થયેલ હતી અને મહામારી જેવા રોગ શમી જાય તે માટે તેમજ કોરોના વોરીયર્સ જે રાત દિવસ ફરજ બજાવી સેવાઓ કરી  રહયા  છે. તે માટે રોજ દુઆ ઓ કરવામાં આવતી હતી. આમીન....

રાજકોટ શહેરના જનાબ આમીલ સાહેબ શેષ તૈયબઅલી પાટણ વીલાએ જણાવ્યુ કે આપણે ગુજરાત રાજય સરકારના નિયમોનું ચુસ્ત રીતે પાલન કરી આપણે ઇદ ઉલ ફીતરના દિવસે ઇદની નમાજ દરેકે પોતાના ઘરે રહીને નમાજ પઢશે અને દુઆ  ઓ કરશે કે બીમારીથી જલ્દી દરેક જ્ઞાતિના લોકોને શીફા થાય અને કોરોનાથી છુટકારો મળે આવી પરિસ્થિતિને ધ્યાને લઇને ઉત્સવી આયોજન ન કરવા.

આપણી ફરજ છે કે સગા વ્હાલાઓ, દોસ્ત, બીરાદરોને ફોનથી સોશ્યલ મીડીયાના માધ્યમથી દુઆ સાથેના સલામ કહેશે માસ્ક પહેરો, ઘરે રહો, સ્વસ્થ રહો અને દુઆ ઓ કરો. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસ વાલાએ અખબાર યાદીમાં જણાવ્યું હતુ.

(11:51 am IST)