Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કોર્પોરેટર વિજય વાંક દ્વારા મવડી વિસ્તારમાં ડુંગળીનું વિતરણ

પરિવાર દીઠ ૭ કિલો વિતરણઃ ૩ હજારથી વધુ પરિવારજનોએ લાભ લીધો

ઙ્ગરાજકોટઃ દાતા શ્રી બાબુભાઇ રામભાઇ વાંક તેમજ વિજયભાઇ બાબુભાઇ વાંક દ્વારા મવડી વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર, ઉદયનગર-૨, સરસ્વતી નગર, ભવાનીનગર, મધુરમ પાર્ક, જલારામ સોસાયટી, વિશ્વેશ્વર હાઉસીંગ વગેરે સોસાયટીમાં જરૂરીયાત મંદ પરિવારોને ડુંગળી પરિવાર દીઠ ૭ કિલો દેવામાં આવી હતી.  જેનો સેકડો પરિવારજનોએ લાભ લીધો હતો.  આ સેેવા કાર્યમાં  વોર્ડનં.૧૨ના કોંગી કોર્પોરેટર શ્રી વિજયભાઇ બી. વાંક, સંજયભાઇ અજુડીયા, કનકસિંહ જાડેજા તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અશોકભાઇ ડાંગર તેમજ વોર્ડ પ્રમુખ જગદીશભાઇ સખીયા, અશોકભાઇ મારકણા, મહિલા પ્રમુખ સોનલબેન ભાલોડી, ભુપતભાઇ ઘિયાડ, અજીતભાઇ વાંક, દિલીપભાઇ નિમાવત, શ્રી ક્રિષ્ના યુવા ગ્રુપના પ્રમુખ શ્રી બાલાભાઇ વાછાણી, રમેશભાઇ વાંક, વોર્ડના યુવા પ્રમુખ શ્રી લાલાભાઇ  વિનુભાઇ વાંક, રાજુભાઇ ગરચર, સંદીપભાઇ ભંડેરી, કિશન પાનસુરીયા, અજયભાઇ મૈયડ, રાજભા જાડેજા, (દોમડા) નરેન્દ્રસિંહ ,  મહાવીર પરમાર, હરદીપસિંહ રાયજાદા, હર્ષદભાઇ રૂડકીયા, ગાંડુભાઇ પ્રજાપતી, દિલીપભાઇ ચાવડા, મયુરભાઇ વાંક, ભીખુભાઇ વાંક, વિજયભાઇ માવલા, વિપુલભાઇ ગૌસ્વામી, ભરતભાઇ ઝાપડા, વિક્રમભાઇ ડાંગર, નિલેશભાઇ વિગેરે જોડાયા હતા.

(4:18 pm IST)