Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

રાજકોટના તસવીરકારનો જાપાનમાં ડંકો : એશ્કોલ સોનગાંવકરને ગોલ્ડ મેડલ

વિશ્વના 32 દેશોમાંથી ભારતના 1185 સહીત 4261 તસ્વીરકારોમાંએ ભાગ લીધો હતો :

રાજકોટના તસ્વીરકારે જાપાનમાં પોતાની કલાનો ડંકો વગાડ્યો છે તાજેતરમાં અસાહી શિમ્બુન - જાપાન દ્વારા ૭૯માં આંતરરાષ્ટ્રીય તસવીર સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિશ્વના ૩૨ દેશોમાંથી ૪૨૬૧ જેટલા તસવીરકારોએ ભાગ લીધેલ હતો. જેમાં ભારતના ૧૧૮૫ તસવીરકારોએ ભાગ લીધેલ હતો. જેમાંથી ૭૫ તસવીરોનું સિલેકશન કરી વિજેતા જાહેર કરવામાં આવેલ.રાજકોટના ખ્યાતનામ તસવીરકાર  એશ્કોલ સોનગાંવકર આ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક (ગોલ્ડ મેડલ) સાથે વિજેતા જાહેર થયેલ હતા

  જેમણે આંતરરાષ્ટ્રીયક ક્ષેત્રે ફોટોગ્રાફીમાં રાજકોટ શહેર અને ગુજરાત રાજ્યનું ગૌરવ પ્રસ્થાપિત કરેલ છે. એશ્કોલ સોનગાંવકરએ મેળવેલા અનેક ચંદ્રકો અને પુરસ્કારોમાં જાપાનના ગોલ્ડ મેડલનું એક નવું છોગું’ ઉમેરાયું છે.

(8:51 pm IST)