Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

કુબલીયાપરા મચ્છી ચોકમાં પોલીસમેન પર હુમલો અને બાઇકમાં તોડફોડ કરનારા ૭ શખ્સો પકડાયા

સમન્સ બજાવવા માટે ગયેલા થોરાળા પોલીસ મથકના યુવરાજસિંહ રાણા પર હુમલો થયો'તોઃ સંદીપ ઉર્ફે શકરો, ધરમ ઉર્ફે ધમો, રમેશ, બૈજુ, સતીષ, જીતેષ, ઉર્ફે ઘોઘી અને આકાશની ધરપકડ

રાજકોટઃ તા.૧૧, કુબલીયાપરામાં દસ દિવસ પહેલા સમન્સ બજવણીની કામગીરી માટે ગયેલા થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલને કુબલીયાપરાનો શકરો દેવીપુજક સહિત ૧૦-૧૨ શખ્શોએ હુમલો કરી બાઇકમાં તોડફોડ કરવાના ગુનામાં થોરાળા પોલીસે સાત શખ્શોની ધરપકડ કરી છે.

 મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ યુવરાજસિંહ ધનશ્યામસિંહ રાણા (ઉ.વ.૨૮) (રહે. ખોડીયારનગર- ૩, આજી વસાહત) ગત તા.૩૦ના રોજ સરકારી બાઇક જીજે ૩જી - ૫૦૦૬ નંબરનું લઇને કુબલીયાપરા મચ્છીચોકમાં સમન્સ બજવણીની કામગીરી કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં રહેતો શકરો દેવી પુજક, પારૂ દેવીપુજક અને તેની સાથેના ૧૦થી ૧૨ અજાણ્યા શખ્શોએ 'આ અમારો એરીયા છે અહિં પોલીસે આવવુ નહિ' તેમ કરી માથે શરીરે ઇજા કરતા તેમજ પથ્થરમારો કરી મુંઢ ઇજા કરી ફરજમાં રૂકાવ ટ કરી હતી અને સરકારી બાઇક જીજે. ૩જી પ૦૦૬માં પણ તોડફોડ કરતા થોરાળા પોલીસ  મથકમાં ફરીયાદ થઇ હતી. આ બનાવમાં પીઆઇ બી.ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ પી.ડી. જાદવ સહિતના સ્ટાફે કુબલીયાપરા શેરી નં.૫માં રહેતા સંદિપ ઉર્ફે શકરો કાનજીભાઇ સોલંકી (ઉ.વ.૩૭) ધરમ ઉર્ફે ધમો પોપટભાઇ પરમાર (ઉ.વ.૩૨), રમેશ ગાંડુભાઇ સોલંકી (ઉ.વ.૩૧), બૈજુ બાબુભાઇ ચુડાસમા (ઉ.વ.૩૭), સતીષ વિઠલભાઇ સોલંકી (ઉ.વ.૨૪), જીતેશ ઉર્ફે ધોધી પોપટભાઇ પરમાર (ઉ.વ.૨૭) અને આકાશ બટુકભાઇ રાઠોડ (ઉ.વ.૨૦)ની ધરપકડ કરી હતી.

(3:50 pm IST)