Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

વર્ષોથી અરજી કરી છે.. હવે તો જમીન આપોઃ માજી સૈનિકનો કલેકટરને પોકાર

મારી અરજી ૨૦૦૧ થી પેન્ડીંગ છેઃ કલેકટર કચેરીએ ન્યાય કર્યો નથી.. : લોઠડામાં જમીનોને બીનખેતી કરી કરોડોમાં વેચાણ થઇ રહ્યાની પણ ફરિયાદ...

રાજકોટ તા.૧૧: કોઠારીયા રોડ ઉપર રહેતા માજી સૈનિક સંજયભાઇ નેચડા (ગઢવી)એ કલેકટરને અરજી પાઠવી માજી સૈનિકને ખેતી માટે સહકારી પડતર ખરાબાની જમીન ફાળવવા અંગે માંગણી કરી હતી.

અરજી અને ફરીયાદમાં ઉમેર્યુ છે કે માજી સૈનિકોને રાજય સરકારોએ સરકારી ખરાબાની પડતર જમીનોએ ૧૬-૦૦ની મર્યાદામાં સાંથવા આપવા માટે કેન્દ્ર સરકારીશ્રીએ નિતિ/નિયમો જાહેર કરેલ છે અને તે નિયમો હેઠળ વેસ્ટબેન્ડ ડીસ્પોઝડ દરમ્યાન અસંખ્ય માજી સૈનિકોને સરકારી ખરાબાની પડતર જમીનો સાંથવામાં આવેલ છે. હૂં પોતે માજી સૈનિક છું. અને આવી જમીનો મેળવવા માટે સંપુર્ણ હકકદાર છું અને તે અર્થે મે તા.૨૬-૨-૨૦૦૧થી આપને તથા તાલુકા મામ.શ્રી રાજકોટને અરજી કરેલ છે. તા.૨૧-૮-૨૦૦૮ની મામ.શ્રી રાજકોટના પત્ર અન્વયે ર્મુીદા ૧ થી ૧૧ સુધીની વિગતો પણ રજુ કરી છે. જે અન્વયે મામ.શ્રી રાજકોટ તાલુકા તરફથી ગ્રામ્ય કક્ષાઓની પડતર જમીનના નિકાલ/સાંથવા બાબતની માહિતી એકત્ર કરી જરૂરી કાર્યવાહી કરી આપશ્રીને સાદર કરેલ છે. જેને આજે વરસો વીતી જવા છતાં મને માજી સૈનિક તરીકે પડતર ખેતી માટે જમીન મળેલ નથી.

લોઠડા ખાતે માલધારી વસાહત આકાર લેતી હતી. તે આપના ખાતા તરફથી અંગત હિત ધરાવતા લાગવગવાળાઓને આપવા કાર્યવાહી કરી સોંપી આપેલ છે. જે નવસાધ્ય કરી બિનખેતી ઉપયોગ અને ઉદ્યોગ માટે કરોડો રૂપિયામાં વેચાણ થઇ રહ્યું છે જે લાગવગવાળાને લાભ મળી ગયો અને અમો દેશની સેવા કરનાર, જાનનું જોખમ ખેડનારને આપવામાં આવતી નથી અને ઉપેક્ષા સેવાય છે તો એક ગંભીર બાબત છે. અમારી રજુઆત સાંભળવામાં આવતી નથી કે અમોને ન્યાય આપવામાં આવતો નથી. આ બાબત ઘણી ગંભીર છે જે ધ્યાને મુકુ છું.

(3:47 pm IST)
  • બે દિવસ થન્ડર સ્ટોર્મની રહેશે અસરઃ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડયોઃ અંબાજી, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ : ઉતર ગુજરાતમાં વરસાદી માહોલના કારણે ગરમીમાં વરસાદી ઝાપટાથી ગુજરાતીઓને મળી રાહતઃ હજુ આગામી ૨૪ કલાક દરમિયાન ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહીઃ ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા, વિજયનગરમાં વરસાદઃ કેટલાક વિસ્તારોમાં વીજપોલ પડવાથી લાઇટો ગુલઃ ભારે પવનના કારણે કાચા મકાનોને નુકશાનઃ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટું: પોશીનામાં પણ મોડી રાત્રે વરસાદ access_time 3:22 pm IST

  • દિલ્હી-ભુનેશ્વર રાજધાની એકસપ્રેસમાં આગ લાગવાથી ડ્રાઇવરે જનરેટર કોચને ટ્રેનથી છુટો કર્યોઃકોચ-બી-૧ સુધી પહોંચી હતી આગઃ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી access_time 3:44 pm IST

  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST