Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મકાનમાલીકની પરવાનગી વગર ભાડુઆત દ્વારા થતુ ગેરકાયદે બાંધકામ અટકાવવા હુકમ

રાજકોટઃ તા.૧૧, મકાનમાલીકની પરવાનગી વગર ભાડુઆત દ્વારા થતુ ગેરકાયદે બાંધકામ કોર્ટ દ્વારા અટકાવવાનો હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરના સદર બજાર વીસ્તારમાં જુમા મસ્જીદ પાસે આવેલ મકાન કે જેમાં ભાડુઆત તરીકે રફીકભાઈ ગફારભાઈ રહેમાન રહેતા હોય અને આ મકાનમા મુળ મકાન માલીક કાસમભાઈ આહમદભાઈ પાનવાલાનુ અવશાન થઈ ગયેલ હોય તેમના વારસદારોને કોઈની પણ  મંજુરી વગર હાલમાં ભાડુઆત તરીકે રહેતા રફીકભાઈ ગફારભાઈ રહેમાનએ ભાડાવાળા મકાનમાં બાંધકામ કરવાની કાર્યવાહી ચાલુ કરતા મુળ માલીકના વારસદર તોફીકલાઈ કાસમભાઈએ તેમના વકીલ મારફતે રાજકટની સ્મોલ કોઝ કોર્ટમા બાધકામ અટકાવા અને ભાડુઆતી મકાનનો ખાલી કબજો મેળવા દાવા અરજી રજુ કરેલ અને સ્થાનીક જગ્યાનું પંચનામુ પણ થયેલ હાલની પરીસ્થીતી ધ્યાનમાં લેતા અને દાવા અરજીની હકિકતો તેમજ મકાન માલીકના વારસદારો તરફે હાજર થયેલ વકીલ શ્રી જીજ્ઞેશ જી. પઢિયારની દલીલો અને ૨જુઆતો ધ્યાને લઈ હાલ પુરતુ યથાવત પરિસ્થીતી જાળવી રાખવા માટે  કોર્ટ દ્વારા હુકમ ક૨વામાં આવેલ છે અને ગેરકાયદેસરનું બાંધકામ અટકાવેલ છે. તેમજ રાજકોટ મ્યુનીશીપલ કોર્પોરેશન દ્વારા પણ બાંધકામ અટકાવેલ છે. આ કામમાં અરજદાર તરફે રાજકોટના વકીલ શ્રી જીજ્ઞેશ જી. પઢિયાર, દિપેશ ડી.અંધારીયા,જગદીશ એન. વાઢેર, કે.આર રાયજાદા, એચ.આર.દવે,વીગેરે રોકાયેલ હતા.

(3:47 pm IST)