Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

૧૨મીએ મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે 'નમક થી નમક' નાટ્યપ્રયોગ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન સંચાલીત મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે આગામી તા. ૧૨મી મે એ 'નમક થી નમક' નાટ્યપ્રયોગનું આયોજન સાંજે ૫ વાગ્યાથી કરાયું છે. 'નમકથી નમક સુધી' નાટકમાં મીઠાના સત્યાગ્રહ માટે બાપુને દક્ષિણ આફ્રીકાની લડતથી શરૂ કરીને ભારતમાં આગમન અને અહીંની લડતના પ્રસંગોને પણ આવરી લેવામાં આવ્યા છે. જેમાં જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, કસ્તુર બા, શેખ અબ્દુલ્લા, સરોજીની નાયડુ જેવા વિવિધ પાત્રો સાથે બાપુના સંવાદોની ચોટદાર રજૂઆત કરવામાં આવી છે. ગાંધી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત અને દાંડી સુધીની યાત્રાનું નિરૂપણ દાંડીકૂચ સમયના બાપુના ભાષણોની સુંદર રજૂઆત થશે. લગભગ ૫૦ મિનિટના આ નાટ્યપ્રયોગમાં સુંદર સંગીતમય રજૂઆત કરવામાં આપશે. નાટકમાં કલાકારો હર્ષ કાવિઠીયા, રિતેશ સાવંત, મૌલિક વૈદ્ય, વિજય મેર, જયરાજ જાડેજા, રૂહીન ઘોરી, ગાંધીજીની ભૂમિકામાં રાજેશ ભટ્ટ વગેરે અભિનયના ઓજસ પાથરશે. આ નાટ્યપ્રયોગને નિહાળવા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ અપીલ કરી છે.

(3:46 pm IST)