Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ધો.૧૦ સાયન્સમાં પુજીત ટ્રસ્ટના છાત્રોનો દબદબોઃ ૯૯.૫૩ ટકા પર્સન્ટાઇલ રેન્ક

રાજકોટઃ આર્થિકરીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ધો.૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટના ધો.૧૨ સાયન્સના લાભાર્થી છાત્રોેએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ૧૯માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારર્કિદી માટેની શુભેચ્છા પાઠવી છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ મકવાણા અભિષેક, અજાણી વિવેક, સોનાગરા મિહિર, સોલંકી રાહુલ, કુશ્વાહા રામ, ચૌહાણ કાજલ, ચૌહાણ જયશ્રી, સરવૈયા ભાવિકએ ૯૯.૧૪ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી તથા એ ગ્રુપના વિદ્યાર્થીઓ જોબનપુત્રા નિરાલી, પરમાર અજય, પરમાર નિકુંજ, થાવાણી જયદીપ ૯૩.૨૭ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યુ છે.

(3:45 pm IST)