Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ત્રણ મિનિટમાં પાણી ચાર્જ કરો, રોગ ભગાવોઃ સાંજે નિઃશુલ્ક કાર્યક્રમ

મનની ઉર્જા અપાર છે, આ ઉર્જાની અસર કલ્પનાતીત છેઃ ડો. તીવારી : પાણી, ભોજન વગેરે ચાર્જ કરીને લો તો અનેક રોગોમાં રાહત થાયઃ મનની શકિતથી ખુદનું કેન્સર મટાડનાર ડો. ચંદ્રશેખર તીવારી 'અકિલા'ની મુલાકાતેઃ સાંજે પાંચ વાગ્યે મણિયાર હોલમાં નિઃશુલ્ક ડેમો

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ડો.ચંદ્રશેખર તીવારી, તેમના શિષ્યા બિન્ની ચૌહાણ, રાજકોટના કાર્યક્રમના આર્ગેનાઇઝરે કિર્તી મિલન દવે તથા મિલનભાઇ દવે તથા ડો.નૂતન ગોકાણી નજરે પડે છે.(ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૧ : મન પાસે અપાર શકિત છે. આ શકિતને પીવાના પાણીમાં વહાવી દો તો પાણી ઉર્જામય બની જાય અને શારીરિક સમસ્યાઓ નિર્મૂલ કરે. મનની ઉર્જાથી કેન્સર મુકત બનેલા ડો. ચંદ્રશેખર તીવારી આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં. તેઓ એરફોર્સમાં હતા. ખુદને કેન્સર થયું હતું. દવાઓ નાકામ થઇ. ડિપ્રેશનમાં આવી ગયા હતા. આ સ્થિતિમાં દિવ્ય પ્રકાશ દેખાયો અને ઉર્જા જગત જાગૃત થયું.

ડો. તીવારી કહે છે કે, પ્રકાશના સંકેતો પ્રમાણે મેં ઉર્જા પ્રયોગ કર્યા અને છ મહિનામાંકેન્સર મટયું.

આ પ્રયોગોને જન જન સુધી પહોંચાડવા ઉર્જા જગતનો અભ્યાસ કર્યો. વિવિધ ટેકનિક વિકસાવી છે ઘણાં લોકોને ઉત્તમ પરિણામો મળ્યા છે.

પાણી-ભોજન વગેરે ચાર્જ કરી શકાય છે. મોબાઇલના નુકસાનકારક કિરણોને દૂર કરી શકાય છે. ડો. તીવારી કહે છે કે, એનર્જી અપાર છે અને તેની અસર કલ્પનાતીત છે.

 દરેક માણસ પાસે શકિતનો પ્રચંડ ધોધ છે. અંતર મનમાં ઉર્જાનો અપાર સમંદર ઘુઘવે છે. આ ઉર્જા જાગૃત થઈ જાય તો અકલ્પનીય પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. મનની શકિત જાગે તો ભલભલા રોગ ભાગી જાય છે. ૧૫ વર્ષ પૂર્વે મનની શકિતથી ખુદનું કેન્સર મટાડનાર ડો. ચંદ્રશેખર તીવારી તા. ૧૧ના રાજકોટમાં આ વિશે વિનામૂલ્યે ડેમો આપશે.

શહેરના જાણીતા રેકીમાસ્ટર શ્રીમતી  કિર્તી મિલન દવેના જણાવ્યા મુજબ કોઇપણ દવા કે આડઅસર વિના સંખ્યાબંધ રોગોમાં રોગમુકત થવાની (અને એ પણ દવા કે આડઅસર વિના) એ પધ્ધતી જાણીતા સાયકોન્યુરોબિકસ ડોે. ચંદ્રશેખર  તિવારીએ રિસર્ચ કરી ડેવલપ કરી છે. ડો. તિવારી આગામી ૧૧-૧૨ મેના રાજકોટ આવી રહયા છે. ૧૧મીએ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે ફ્રી ડેમોન્સ્ટ્રેશન (સાંજે ૫ થી ૭) તથા ૧૨ મેના રોજ હેમુ ગઢવી હોલ ખાતે ફુલ ડે વર્કશોપ ડો. તિવારીનો રાખવામાં આવ્યો છે. જે ''પેઇડ વર્ક શોપ'' રહેશે. જેમાં લંચ અને બે વખત ટી- બ્રેક રહેશે.

આ ફ્રી ડેમો અને પેઇડ વર્કશોપમાં તેમની આ અભૂતપૂર્વ શોધ સાયકો ન્યુરોબીકસ, મનની શકિત દ્વારા રોગમુકત થવાના ઉપાય અને પાણીને રીચાર્જ કેવી રીતે કરી શકાય ? તેની સમજ આપવામાં આવશે. વર્કશોપ માટે રજીસ્ટ્રેશન કરાવવા તથા વધુ વિગતો બેન શ્રીમતિ કિર્તી મિલન દવેનો મો.૯૮૭૯૫૫૧૧૮૮ ઉપર સાધી શકાય છે.

ડો. ચંદ્રશેખર તિવારીએ કોઇપણ દવા કે આડઅસર વિના રોગમુકત બનવા માટે સાયકોન્યુરોબીકસ પધ્ધતીની શોધ કરી વિકસાવી છે. તેમનું નામ અને શોધ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશીયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડરમાં દર્જ થયેલ છે.

હેલ્થ એન્ડ હેપીનેસ ફોર ઓલના સુત્ર સાથે કાર્યરત બનેલ સિગ્મા સોલ્યુશન્સ દ્વારા રાજકોટ ખાતે ડો. ચંદ્રશેખર તિવારીજીનો ફ્રી ડેમો કાર્યક્રમ શનિવાર ૧૧મે ૨૦૧૯ના રોજ અરવિંદભાઇ મણીયાર હોલ (જયુબેલી બાગ) ખાતે સાંજે ૫ થી ૭ વચ્ચે રાખેલ છે.

જયારે રવિવાર ૧૨ મે ૨૦૧૯ના રોજ સવારે ૯ થી સાંજે ૫ સુધી ડો. તિવારીજીનો  ફુલ ડે નો પેઇડ વર્કશોપ રાખેલ છે. જેમાં લંચ અને બે ટાઇમ ટી-બ્રેક સામેલ હોવાનું શ્રીમતિ કિર્તી દવે જણાવે છે.

આ વિષયમાં રસ ધરાવનારા સહુ કોઇને રજીસ્ટ્રેશન કરાવી લેવા શ્રીમતી કિર્તી દવે (જેઓ પોતે પણ જાણીતા રેકી માસ્ટર છે.) એ જણાવ્યું છે. મો. ૯૮૭૯૫૫૧૧૮૮ ઉપર વર્કશોપ માટે નામ નોંધાવી શકો છો. રજીસ્ટ્રેશન કરાવી લેવંુ જરૂરી છે.

તા.૧૧ શનિવારે સાંજે ૫ થી ૭ વચ્ચે યોજાયેલ ફ્રી-ડેમો માટે કોઇ જ રજીસ્ટ્રેશનની જરૂર નથી. જીજ્ઞાસુ ભાઇ-બહેનો આ વિનામુલ્યે ફ્રી ડેમોમાં ભાગ લેવા સાંજે ૫ પહેલા અરવિંદભાઇ મણીયાર હોલ ઉપર અચૂક પહોંચી જાય.

શ્રીમતી કિર્તી મિલન દવે વધુમાં જણાવે છે કે મુદ્રા, રંગ, અને નાદની મદદથી મન , શરીર અને આત્માને પરમાત્માની પરમ શકિત સાથે કનેકટ કરી મનને શાંત અને શરીરને સ્વસ્થ રાખવું એટલે ''સાઇકો ન્યુરોબીકસ''

ડો. ચંદ્રેશેખર તિવારીએ પોતે ૧૫ વર્ષ અગાઉ કેન્સર તથા હિપેટાઇટીસ સી ની જીવલેણ બિમારીથી બહાર આવીને સમાજના બહોળા વર્ગને નાના-મોટા રોગમાંથી છુટકારો મેળવવાની દિશામાં મદદરૂપ થવા આ થેરાપી વિકસીત કરી છે.

ડો. તિવારી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, એશિયા બુક ઓફ રેકોર્ડસ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પામેલ છે.

૨૦૧૭માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો ગુડ કર્મા એવોર્ડ ઓફ સેલ્ફ હિલીંગ (સાઇકો ન્યુરોબિકસ) પણ મળેલ છે.

(3:38 pm IST)