Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

રાજકોટ લોકસભા બેઠકની મતગણત્રીમાં આ બાબતે જીનેસીસને બદલે સુવિધા સોફટવેરઃ સોમવારે પ૦૦ કર્મચારીને તાલીમ

આવતા અઠવાડીયા સુધીમાં મંડપ-લાઇટ-પાણી-કોમ્પ્યુટર સહીતની તમામ સુવિધા કણકોટ ખાતે પુરી કરી લેવા આદેશોઃ કલેકટર ચેકીંગ કરી પંચને રીપોર્ટ કરશે

રાજકોટ, તા., ૧૧: રાજકોટ લોકસભા બેઠકની ચુંટણી-મતદાન પુરૂ થયું. હવે ર૩ મી મેના રોજ કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણત્રી શરૂ થઇ જશે.આ વખતે મતગણત્રીમાં જીનેસીસ સોફટવેરને બદલે સુવિધા સોફટવેર ઉપયોગમાં લેવાશે. જેમાં મતદાન થયું છે. તેની ડેટા એન્ટ્રી, રીઝલ્ટ શીટ કેમ ભરવા, વિગેરેની મહત્વની એક તાલીમ સોમવારે બપોરે ૩ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે પ૦૦ કર્મચારીઓને અપાશે.

દરમિયાન મતગણત્રી કેન્દ્રમાં મંડપ-લાઇટ-ખુરશી-પાણી-કોમ્પ્યુટર-એલઇડી સ્ક્રીન, પ્રોજેકટર, બેરીકેટેડ સહિતની તમામ સુવિધા તા.૧૬-૧૭ પહેલા પુરી કરી લેવા, ૧૮-૧૯ના રોજ કલેકટરને ચેકીંગ કરી રીપોર્ટ કરવા ચુંટણી પંચે આદેશ કર્યા છે.  અત્રે એ નોંધનીય છે કે આ વખતે મતગણત્રી લાંબી ચાલશે. પાંચ-પાંચ બુથ વિધાનસભા વાઇઝ ઇવીએમ અને વીવીપેટ સાથે સરખામણી કરવાની હોય, પરીણામ બે કલાક મોડુ થવાની શકયતા છે.

(3:35 pm IST)