Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પુનિતનગરના પાણીના ટાંકા પાસે હિટ એન્ડ રનઃ ધીરૂભાઇ વાધવાણીનું મોત

મૃતકે ઘાયલ અવસ્થામાં નામ જણાવ્યું હતું: પોલીસને વાલીવારસની શોધ

રાજકોટ તા. ૧૧: મવડી ૧૫૦ રીંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે એક આધેડ કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. ૧૦૮ આવતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાતા હતાં ત્યારે તેણે પોતાનું નામ ધીરૂભાઇ ઉકાભાઇ વાઘવાણી (ઉ.૪૬) અને પોતે રખડતું જીવન જીવતાં હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન આ આધેડનું મોત નિપજ્યું હતું. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો માલવીયાનગર પોલીસ સ્ટેશન ફોન ૦૨૮૧ ૨૩૮૦૦૪૬ અથવા પીએસઆઇ જે. એ. ખાચર અને રવિરાજસિંહનો (મો. ૯૭૨૬૫ ૯૦૭૧૭, ૯૮૨૮૯ ૦૯૯૯૯) સંપર્ક કરવા જણાવાયું છે. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ફોરવ્હીલના ચાલકની શોધખોળ હાથ ધરી છે. મૃતદેહને સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રખાયો છે.

(2:43 pm IST)