Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સરકારી પોલીટેકનીકમાં રેકોર્ડ બ્રેક પ્લેસમેન્ટ

 અત્રે ભાવનગર રોડ પર આવેલ સરકારી પોલીટેકનીક ખાતે ડિપ્લોમાં ઇજનેરીના વિદ્યાર્થીઓનું ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેકીંગ પ્લેસમેન્ટ થયેલ છે. કુલ ૪૦૦ વિદ્યાર્થીઓને સંસ્થા મારફતે યોજાયેલ કેમ્પસ ઇન્ટરવ્યુ થકી વાર્ષિક ૧ લાખથી માંડી ૨.૮૦ લાખ સુધીના પેકેજવાળી નોકરી પ્રાપ્ત થયેલ. સંસ્થામાં નિયમિત નિમણુંક પામેલ આચાર્યશ્રી ડો. પરેશ કોટકની પહેલવૃત્તિ અને પ્લેસમેંટ પ્રવૃત્તિને આપવામાં આવેલ પ્રાથમિકતાને કારણે તેમજ સંસ્થાના પ્લેસમેન્ટ ઓફીસર નિમિષ સુચક તથા વિરલ અવલાણી તથા પ્લેસમેન્ટ ટીમના એસ.એસ.સોનિગ્રા, એમ. એમ. ભટ્ટ, પી. બી. જાડેજા, જે. એન. રાઠોડ, કુ. કે. વી. કાલરીયા, વાય. બી. ચોકસી, જે. ડી. કાનાણી, શ્રીમતી એમ. ડી. દોશી, શ્રીમતી એન. વાય. સવજાણી તેમજ પ્રિ-પ્લેસમેન્ટ ટ્રેનીંગ સેલના એસ. બી. પરમાર, વી. વી. ચાવડા, વી. પી. હરસોડા, એચ. જી. તારાણી, જી. જી. ઝાલરીયા, જે. જી. લાખાણી, પી. એન. કરગટીયા, એફ. વી. સુથાર, આર. પી. મેવાડા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(2:41 pm IST)