Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ભીસ્તીવાડ અને જંકશનમાં હકુભા ખિયાણીનો આતંકઃ કાર-રિક્ષાઓમાં તોડફોડઃ પથ્થરમારો-બાળકીને ઇજા

બે દિવસ પહેલા ઘર પાસે હકુભા ગાળો બોલતો હોઇ ઇમરાન મેણુએ પોલીસને અરજી કરતાં ખાર રાખી તેની કારમાં તોડફોડ કરી અને ગાયોને પણ ધોકા ફટકાર્યાઃ એ પછી ઇમરાનના ભાઇ ઇરફાનના ઘરે પથ્થરમારો કરતાં ૭ વર્ષની ભત્રીજીને ઇજા

જ્યાં ડખ્ખો થયો તે ઇમરાન મેણુનું ઘર, તેની ગાયો, જેમાં તોડફોડ થઇ તે ઇમરાનની કારમાં અને અન્ય રહેવાસીઓની રિક્ષાઓ તથા પથ્થરમારામાં જેને ઇજા થઇ તે ઇમરાનની ભત્રીજી તનુ ઇરફાનભાઇ (ઉ.૭) તથા હકુભા સહિતના શખ્સો તલવાર-ધોકો ફેંકીને ભાગી ગયા તે ઇન્સેટમાં જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: ભીસ્તીવાડમાં રહેતાં અને અગાઉ જુદા-જુદા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા હકુભા ખિયાણીએ ગત રાત્રે સાગ્રીતો સાથે મળી પોતાના જ ભાણેજ ઇમરાન જાનમહમદ મેણુની કારમાં તોડફોડ કરી તેની ગાયોને પણ ધોકા ફટકારી ધમાલ મચાવ્યા બાદ જંકશન પ્લોટમાં આવેલા ઇમરાનના ભાઇ ઇફરાનના ઘરે જઇ ત્યાં પથ્થરમારો કરતાં ૭ વર્ષની બાળાને ઇજા થઇ હતી. બે દિવસ પહેલા હકુભા ઘર પાસે ગાળો બોલતો હોઇ તેને ઇમરાને દૂર જવાનું કહેતાં માથાકુટ થઇ હતી. જેથી તે દિવસે તેના વિરૂધ્ધ અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી હકુભાએ રાત્રે ધમાલ મચાવ્યાનું જાણવા મળ્યું છે.

ભીસ્તીવાડમાં રહેતાં માનવ સેવા સમિતી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ઇમરાન મેણુના ઘર પાસે પાર્ક કરાયેલી તેની સ્વીફટ કાર જીજે૩ઇએલ-૪૭માં સાઇડના અને આગળના કાચમાં તોડફોડ કરવામાં આવતાં અવાજ થતાં તે તથા બીજા લોકો બહાર દોડી આવતાં હકુભા ખીયાણી તથા અજાણ્યા શખ્સો જોવા મળ્યા હતાં. ઇમરાન મેણુના કહેવા મુજબ બે દિવસ પહેલા હકુભા કે જે તેના મામા થાય છે તે ઘર પાસે ગાળો બોલતાં હોઇ તેને દૂર જવાનું કહેતાં માથાકુટ કરતાં તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી તેણે રાત્રીના આવી કારમાં તોડફોડ કરી હતી. તેમજ પોતે ગાયો રાખી હોઇ તેને પણ ધોકા માર્યા હતાં.

ઇમરાન મેણુએ વધુમાં જણાવ્યું હતું કે મારી કારમાં તોડફોડ કરી હકુભા અને તેની સાથેના શખ્સો ભાગી ગયા હતાં અને બાદમાં રાત્રે બારેક વાગ્યે જંકશન પ્લોટ-૯માં મારા ભાઇ ઇરફાનભાઇ મેણુના ઘરે જઇ ત્યાં પથ્થરમારો કરતાં મારી ભત્રીજી તનુ ઇરફાનભાઇ (ઉ.૭)ને પગમાં ઇજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. બાળકીને ઇજા બાબતે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં એન્ટ્રી નોંધાવી હતી. જેમાં હકુભાએ પથ્થરમારો કરતાં ઇજા થયાની નોંધ છે.

ઇમરાને એવો આક્ષેપ પણ કર્યો હતો કે ચૂંટણી વખતે પોતે અને સેવા સમિતીના સભ્યો મોહનભાઇ કુંડારીયાને મળવા જતાં હતાં ત્યારે હકુભાએ સાથે આવવાનું કહેતાં તેને સાથે ન લઇ જતાં તે બાબતનું પણ મનદુઃખ ચાલતું હતું.

પ્ર.નગર પોલીસે આ બાબતે નિવેદન નોંધી અરજી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. તનુના પિતા ઇરફાનભાઇએ પોલીસ સમક્ષ હાલમાં પોતાને કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું અને બાદમાં જરૂર પડશે તો રૂબરૂ આવશે તેવું કહ્યું હતું.

(11:38 am IST)
  • છત્તીસગઢના સુકમામા નકલસીઓએ કર્યો એલઇડી બ્લાસ્ટ : દુર્ઘટનામાં કોઇ જાનહાની નથી થઇ access_time 3:43 pm IST

  • હરભજનસિંહ અને લક્ષ્મણ આવ્યા ગંભીરના સમર્થનમાં :ક્રિકેટના મેદાનથી રાજનીતિની પીચમાં આવેલા ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર સામે આપના ઉમેદવાર આતીષીએ લગાવેલ ગંભીર આરોપને હરભજનસિંહ અને લક્ષ્મણે પાયાવિહોણા ગણાવ્યા ;કહ્યું ગંભીર એવા પ્રકારનો નથી જે મહિલા વિરુદ્ધ આપત્તીજનક વાતો કરી શકે access_time 1:09 am IST

  • સુરતના પલસાણાના કરણ ગામે યુવક સાથે સાધુવેશમાં આવેલા બે શખ્શોએ આચરી છેતરપીંડીઃ પહેલા દક્ષિણા માંગી પછી ધમકાવી રૂ.૧૫ હજાર પડાવ્યાઃ લોકોએ બંને સાધુને પકડી પોલીસને સોંપ્યા access_time 3:43 pm IST