Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

આરટીઈમાં ટેકનીકલી ખામી-બેદરકારીથી બાળક પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચીત

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરતા મૂળ નિવાસી પરિષદ

રાજકોટ, તા. ૧૦ :. આરટીઈ હેઠળ ટેકનીકલી ખામી અને રીસીવીંગ સેન્ટરના જવાબદાર સંચાલકોની બેદરકારીથી પ્રથમ રાઉન્ડમાં નિર્દોષ બાળક પ્રવેશથી વંચીત રહેતા વાલી અને રાષ્ટ્રીય મૂળ નિવાસી પરિષદે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં હિતેશભાઈ ખીમસુરીયાએ જણાવ્યુ હતુ કે, આરટીઈ ઓનલાઈન ફોર્મ વ્યવસ્થિત રીતે નિયમ મુજબ ભરેલ. ઓનલાઈન કન્ફર્મ કરીને પ્રિન્ટ સાથે નજીકના રીસીવીંગ સેન્ટરમાં જમા કરાવેલ. રીસીવીંગ સેન્ટરના સંચાલકો દ્વારા જરૂરી ક્રમ નંબર આપી સહી-સિક્કા કરી રીસીપ્ટ પરત કરવામાં આવેલ. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળતા તપાસ કરતા એવો જવાબ મળેલ કે તમે આરટીઈ અરજી કરેલ નથી. હકીકતે રીસીવીંગ સેન્ટરની રીસીપ્ટ છે. આરટીઈ ફોર્મની પ્રિન્ટ સાથે તમામ ડોકયુમેન્ટ જમા કરાવેલ છે. ટેકનીકલ ખામીને પગલે અમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી.

(3:53 pm IST)