Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

કસ્તુરી રેસીડેન્સીમાં બેફામ પાણી ચોરી

ભુતિયા તથા ગેરકાયદે કનેકશન કાપવા તથા મીટર દ્વારા પાણી સહિતના પ્રશ્ને સોસાયટીના મકાન ધારકો દ્વારા મ્યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત

રાજકોટ  તા.૧૧: શહેરના વોર્ડ નં. ૧૧માં આવેલ કસ્તુરી રેસીડેન્સી વિસ્તારમાં પાણી ચોરી અટકાવવા, ભુતીયા તથા ગેરકાયદે કનેકશન કાપવા તથા મીટર દ્વારા પાણી આપવા સહિતના પ્રશ્ને લતાવાસીઓ દ્વારા મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીને લેખિતે પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.

આ અંગે કસ્તુરી રેસીડેન્સીના લતાવાસીઓએ મ્યુનિ. કમિશ્નરને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શહેરના મવડીના ટી.પી.ના ર૬માં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલકસ્તુરી રેસીડન્સી ખાતે ર૭પ મકાન છે તેમાના ઘણા મકાનમાં ગેરકાયદેસર રીતે વધારે પાણી આવે તે રીતે મોટા કનેકશન લિધેલા છે જેના કારણે આજુબાજુના મકાનમાં ઓછુ પાણી આવે છે તે ઉપરાંત જયારે પાણી છોડવામાં આવતું હોય ત્યારે અમુક રહિશો દ્વારા મોટરથી પાણી બિનઅધિકૃત રિતે ખેચવામાં અવે છે તો  તેના દ્વારા તપાસ કરાવી કાયદેરસની કાર્યવાહી કરવા તથા સોસાયટીમાં બધાને એકસરખુ પાણી મળી રહે તે માટે મીટર દ્વારા પાણી મળી શકે તે અંગે તાકીદે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.

(4:43 pm IST)