Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરને મારમારી સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય આચરવાના ગુનામાં રાજો ઉર્ફે રાજયપાલસિંહની ધરપકડ

પેંડાનો સાગરીત રાજોની મહેસાણા હોમમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેતી એ ડીવીઝન પોલીસઃ રીમાન્ડ મંગાશે

રાજકોટ તા.૧૧ : ગોંડલ રોડ પર ઓબ્ઝર્વેશન હોમમાં રખાયેલો પેંડાનો સાગ્રીત રાજપાલસિંહ ઉર્ફે રાજો સુધીરસિંહ જાડેજા (ઉર૦) ૧ર/૪ના રોજ ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગી ગયો હતો. બાદમાં તેને પકડી લેવાયો હતો બાદ તેનં વધુ એક કૃત્ય બહાર આવ્યું હતું તેણે એક બાળ કિશોરનું જાતિય શોષણ કર્યાનું ખુલતા અનુે સુપ્રિટેન્ડન્ટ કાઉન્સેલર સહિતને મારી નાખવાની ધમકી આપવા અંગે ફરીયાદ નોંધાઇ હતી આ પ્રકરણમાં એ ડીવીઝન પોલીસે તેનો મહેસાણા હોમમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી છ.ે

મળતી વિગત મુજબ રેસકોર્ષ પાર્ક ૬૩/૩૦૩માં રહેતા અને ઓબ્ઝર્વેશન હોમમાં ઝોનલ ઓબ્ઝર્વેશન સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા નિસર્ગભાઇ કમલેશભાઇ ઉપાધ્યાય (ઉ.ર૭) એ ગત તા. ૧૮/૪ ના રોજ રાજપાલસિંહ ઉર્ફે રાજો (ઉ.ર૦) વિરૂધ્ધ આઇપીસી ૩ર૩,પ૦૪, પ૦૬ (ર), ૩૭૭ તથા બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતા કાયદા ર૦૧રની કલમ ૩(સી) (ડી) ૪ તથા ૮ મુજબ ગુનો નોંધ્યો હતો ફરીયાદમાં પોતે પાંચ વર્ષથી ઓબ્ઝર્વેશન હોમમાં નોકરી કરેછે આ સંસ્થામાં રાજકોટ તથા જીલ્લાના કુલ ર૩ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે આ સંસ્થામાં તાલુકા પોલીસ મથકના હત્યાના ગુનામાં જે તે વખતે સગીરવય ધરાવતા રાજપાલસિંહ ઉર્ફે રાજોને પણ રખાયો હતો જેની હાલની ઉંમર ર૦ વર્ષ છે રાજો તા.૧ર/૪ના રોજ સંસ્થામાંથી ભાગી ગયો હતો જેને બાદમાં રાજપાલસિંહ ઉર્ફે રાજો સંસ્થાના અન્ય કિશોરોને હેરાન કરી તેની પાસે કામ કરાવતોહોઇ સંસ્થાના કાઉન્સીલર એચ. ડી.શુકલ, પ્રો.ઓફીસર એચ.આર. જાડેજા સહિત ચાર કિશોરોની પુપરછ કરી નિવેદનો નોધ્યા હતા જેમાં એક કિશોરે જણાવ્યું હતું. કે રાજપાલસિંહ મને જમવાની ના પાડતો હતો અને મારામારી તેના કપડા ધોવડાતો હતો.

અને બીજા કિશોરે કહેલ કે, રાજપાલસિંહે મને ધમકી આપતો કે તુ મારૂ કામ નહી કરે તો તેને મારી નાખીશ તેમ કહી મારકુટ કરતો હતો તેમજ તેણે મારૂ જાતિય શોષણ, જાતીય સતામણી કરી હતી ત્રીજા કિશોરે કહેલ કે રાજપાલસિંહ મને ધમકી આપતો કે તુ મારૂ કામ નહી કરે તો તને મારી નાખીશ તેમ કહી મારકુટ કરતો હતો તેમજ તેણે મારૂ જાતિય શોષણ જાતીય સતામણી કરી હતી. ત્રીજા કિશોર કહેલ કે રાજપાલસિંહ ગાંજો પીતો અને મારી નાખવાની ધમકી આપતો હતો. આ ચાર કિશોરના નિવેદનો પોલસને સોપવામાં આવતા તેના આધારે ગુનો દાખલ કર્યો હતો. રાજપાલસિંહ ઉર્ફે રાજો તા. ૧ર/૪ના રોજ હોમમાંથી ભાગ્યા બાદ તા.૧૬/૪ ના રોજ એ ડીવીઝન પોલીસે તેને પકડી ઓબ્ઝર્વેશન હોમમાં સોપ્યો હતો બાદ ત્યાંથી તેને મહેસાણા હોમમાં મોકલી દેવાયો હતોબાદ એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ઓડેદરા પી.એસ.આઇ. સાખરા તથા રાઇટર રણજીતસિંહ તથા વિજયસિંહે ટ્રાન્ફર વોરંટના આધારે રાજપાલસિંહ ઉર્ફે રાજો સુધીસિંહ જોજા (ઉ.ર૦) (રે. કોઠારીયા રોડ આશાપુરા શેરી નં. ૯) ને મહેસાણા હોમમાંથી કબ્જો મેળવી ઓબ્ઝર્વેશ હોમમાં કિશોરને મારમારી સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય અને ધમકીના ગુનામાં ધરપકડ કરી હતી તેના રિમાન્ડ મંગાશે.

(4:22 pm IST)