Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ન્યુ રાજકોટમાંથી ૯૩ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત

ગાંધીગ્રામ, કાલાવડ રોડ, લક્ષ્મીનગર,સહિતના વિસ્તારમાં ૯૭ વેપારીને ત્યાં ચેકીંગઃ૩૮ હજારનો દંડ

રાજકોટ તા. ૧૧: ''સ્વચ્છ ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથોી કોઇપણ ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ ઉત્પાદન સંગ્રહ, વેચાણ, વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંધ હોવા છતાં વેસ્ટ ઝોન તેના નાનામવા રોડ, લાખના બંગ્લા રોડ, મવડી રોડ, કાલાવડ રોડ, લક્ષ્મીનગર રોડ વગેરે માર્ગો પર આવેલ દુકાન ધારકો દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ તથા પાન માવા પ્લાસ્ટીકનો ઉપયોગ થતા ચેકીંગ દરમ્યાન ૯૭ ધંધાર્થીઓ પાસેથી ૯૩-કિલો પ્લાસ્ટીક તથા રૂ. ૩૮૮૦૦ દંડ વસુલવામાં આવ્યો  છે.

આ કામગીરી રાજકોટ મહાનગરપાલીકા કમિશ્નર બંછાનિધી પાની આદેશ અન્વયે વેસ્ટ ઝોન નાયબ કમિશ્નર તથા ઇસ્ટ ઝોનના નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવરની દેખરેખમાં આસી. ઇજનેર ભાવેશ ખાંભલા તથા રાકેશ શાહની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર મનોજ વાઘેલા, પિયુષ ચૌહાણ, સંજય દવે, કૌશીક ધામેચા તથા એસ.એસ.આઇ. સંજય ચાવડા, નિતિનભાઇ, વિશાલભાઇ, ગૌતમભાઇ, બાલાભાઇ, ભાવેશભાઇ, વિમલભાઇ દ્વારા કરવામાં આવેલ છે.

(4:20 pm IST)