Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મૂકો..., લાપસીના આંધણ ટીટોડીએ ૪ ઈંડા મૂકયા... સારા વરસાદના એંધાણ

રાજકોટઃ અનેક લોકવાયકાઓ આગમના એંધાણ આપતા હોય છે. જે અનેકવાર પ્રમાણભૂત થયુ છે. સારા ચોમાસાના આગમનના એંધાણ ટીટોડી ઈંડા મૂકીને આપતી હોય છે. અગાઉ જે - તે વિસ્તારના લોકો વરસાદની રાહ જોતા હોય ત્યારે પૂછતા હોય છે કે ટીટોડીએ આ વર્ષે કયાં ઈંડા મૂકયા?  આ પ્રાચીન લોકવાયકા મુજબ રાજકોટની દાયકા જૂની કન્યા કેળવણી ક્ષેત્રે અગ્રેસર કે. જે. કોટેચા ગર્લ્સ સ્કુલની અગાસી ઉપર ટીટોડીએ ૪ ઈંડા મૂકતા મુશળધાર વરસાદના એંધાણના વાદળા ઘટાટોપ બંધાયા છે. પ્રસ્તુત તસ્વીરમાં ટીટોડીના ઈંડા અને બાજુમાં કે. જે. કોટેચા ગર્લ્સ સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ભાનુપ્રસાદ પંડ્યા, પ્રિન્સીપાલ સ્વાતીબેન જોષી અને નારણભાઈ મહેતા સહિતના નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:09 pm IST)