Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પડધરીના જીલરીયામાં વણકર છાત્રાનો ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ

ધોરણ ૧૦ની પરીક્ષામાં નાપાસ થવાની બીકે પગલુ ભર્યાની શંકાઃ રાજકોટ સારવારમાં

રાજકોટ, તા. ૧૧ :. પડધરીના જીલરીયા ગામમાં રહેતી વણકર સગીરાને શ્વાસની બીમારીની દવા ચાલુ હોય અને ધોરણ ૧૦ની પરીક્ષામાં નાપાસ થવાની બીકે ગળાફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ ખસેડાઈ છે.મળતી વિગત અનુસાર જીલરીયામાં રહેતી જાગૃતિ જયંતીભાઈ ખુમાણ (ઉ.વ. ૧૬) ગઈકાલે ગામમાં જ રહેતા તેના દાદી ધાનીબેનના ઘરે આવી હતી, બાદ દાદી બહાર જતા તેણે છતના હુકમા ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. દાદી ઘરે આવ્યા ત્યારે પૌત્રી જાગૃતિને લટકતી જોઈ તાકીદે તેના પૌત્ર સંજયને બોલાવતા તેણે જાગૃતિને ઉતારી સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડી હતી. વણકર સગીરાના પિતા મજુરી કરે છે. તે એક ભાઈ, એક બહેનમાં નાની છે તેને શ્વાસની બીમારીની સારવાર ચાલુ છે અને તેણે ધોરણ ૧૦ની પરીક્ષા આપી હોય તેમા નાપાસ થવાની બીકના લીધે તેણે આ પગલુ ભર્યાનું હોસ્પીટલના બીછાને સારવાર લઈ રહેલી જાગૃતિએ જણાવ્યુ હતું.

(3:48 pm IST)