Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

જિલ્લા પંચાયતની તિજોરીમાં રૂપિયા અઢી કરોડ ઠલવાયા

રેતી રોયલ્ટી આવી, સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટ બાકી : સભ્યોને વિકાસ કામ માટે વધુ ગ્રાન્ટ આપી શકાશેઃ ઉપયોગ માટે સામાન્ય સભાની મંજુરી

રાજકોટ, તા., ૧૦: રાજય સરકાર દ્વારા રેતી કંકળની રોયલ્ટી પેટે જીલ્લા પંચાયતના સ્વભંડોળમાં રૂ. ર કરોડ ૪૯ લાખ ૭૪ હજાર ૮૯ર આવ્યા છે. તેનાથી પંચાયતની આર્થીક સ્થિતિની મજબુતાઇ વધી છે. આ રકમમાંથી જીલ્લા પંચાયતના સભ્યોને વધુ ગ્રાન્ટ ફાળવી શકાશે. ગ્રાન્ટના ઉપયોગ માટે સામાન્ય સભાની મંજુરીની શરત રાખવામાં આવી છે.

જીલ્લા પંચાયતને મળેલી ગ્રાન્ટમાંથી ઉપલેટા ગોંડલ ધોરાજી જસદણ જામકંડોરણા અને જેતપુરના હવાલે મળવા પાત્ર રકમ મુકવામાં આવી છે.

(4:34 pm IST)