Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સુચિત સોસાયટી યોજનાઃ હવે બધુ ફરજીયાત ઓનલાઇનઃ સરકારે ''SRS'' નામનો સ્પે. સોફટવેર બનાવ્યોઃ તાલીમ અપાઇ

અરજદારો પોતાની અરજી જોઇ શકશેઃ રાજકોટ સહિત ૮ જીલ્લાના નાયબ મામતલદારોને તાલીમ અપાઇ.. : સેટલમેન્ટ કમીશ્નર દ્વારા સુચના અપાઇઃ રાજકોટમાં ૧૧ હજારથી વધુ અરજીઓ આવી છેઃ એમાંથી હાલ ૧૨૦૦ જેટલી મંજુર

રાજકોટ તા.૧૦: રાજય સરકારે સુચિત સોસાયટી યોજના માં ફુલ ફોર્મમાં કાર્યવાહી શરૂ કરી છે,યુએલસીમાં સફળતા બાદ સુચિત સોસાયટીમાં રહેતા લોકોના મકાનો અને અન્ય બાંધકામ રેગ્યુલાઇઝડ કરવા અંગે રાજકોટ સહિત ૮ જીલ્લામાં કાર્યવાહી શરૂ કરી છે.

હવે રાજય સરકારે સુચિત સોસાયટી માટે હવે બધુ ફરજીયાત ઓનલાઇન પ્રક્રિયા અમલમાં લાવી દીધી છે, સરકારે આ માટે ''એસઆરએસ'' નામનો ખાસ સોફટવેર બનાવ્યો છે, અને આ માટે રાજકોટની ચારેય મામતલદાર કચેરીના નાયબ મામલતદારો સહિત ૮ જીલ્લાના નાયબ મામલતદારોને આ સોફટવેર અંગે ખાસ સ્પ. તાલીમ અપાઇ હતી, જેમાં ઓનલાઇન અંગે રાજયના સેટલમેન્ટ કમીશ્નર ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

આ અંગે ઓનલાઇનમાં આજ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૧૧૯૬૧ ફોર્મ ભરાઇને આવ્યા છે, તેની ડેટા એન્ટ્રી થશે, આ પછી અરજદારો પણ તેમની અરજી મંજુર થઇ કે કેમ, કયાં પહોંચી, નામંજુર થઇ હોય તો કારણ શું, કેટલી રકમ ભરવાની વિગેરે બાબતો જોઇ શકશે, હાલ ડેટા એન્ટ્રી એ પ્રથમ તબક્કો છે બાદમાંઓનલાઇન પ્રક્રિયાનું અમલીકરણ થશે.રાજકોટ કલેકટરતંત્ર પાસે જે ૧૧૦૦૦ થી વધુ અરજીઓ આવી છે, તેમાંથી ૧૯૦૦ થી વધુ અરજીના આધાર પુરાવા આવ્યા છે, અને તેમાંથી ૧૨૫૦ થી વધુ કેસોની સુનાવણી પુરી કરી લેવાઇ છે, અને ૯૭૦ને મંજુરી આપી દેવાઇ છે.

મામલતદાર કચેરીઓ દીઠ જોઇએતો, પૂર્વ મામલતદાર કચેરીમાં ૬૦૦ માંથી ૧૮૦ પશ્ચિમમાં ૨૨૫ માંથી ૯૬, દક્ષિણમાં ૧૧૦૦ માંથી ૭૦૦ મંજુર થઇ છે, તાલુકામાં ૩૪ અરજી આવી પણ એક પણ અરજીમાં અરજદારની જમીન-મકાનની કોઇ માપણી જ નથી થઇ.

રાજય સરકારે આ જ સુધીમાં કુલ ૧૫૬ માંથી ૧૩૯ સોસાયટીની દરખાસ્ત મંજુર કર્યાનું કલેકટર કચેરીના સુત્રોએ ઉમેર્યુ હતું.

(4:20 pm IST)