Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

પરસાણાનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ૪ શખ્સોને પકડી કાર્યવાહી કરતી પ્રદ્યુમનનગર પોલીસ રાજકોટ

રાજકોટ: પ્ર. નગર પોલીસે પરસાણાનગરમાં મકાનમાં દરોડો પાડી જુગાર રમતાં 4 શખ્સોને પકડી લીધા છે.  એલ.એલ.ચાવડાનાઓના માર્ગદર્શન હેઠળ પો. સબ ઈન્સ. કે.ડી.પટેલ તથા ડી-સ્ટાફના પો.હેડ કોન્સ. દેવશીભાઈ ખાંભલા તથા વિજયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. કુલદીપસિંહ રાણા તથા યુવરાજસિંહ જાડેજા તથા પ્રદીપસિંહ ગોહીલ તથા અક્ષયભાઈ ડાંગર તથા અશોકભાઈ હુંબલ તથા મહાવિરસિંહ જાડેજા વિ. સ્ટાફના માણસો આજરોજ તા-૧૭/૦૪/૨૦૧૬ ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. કોન્સ, યુવરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. પ્રદીપસિંહ ગોહીલને ખાનગી હકીકત મળતા પરસાણા નગર શેરી નં-૦૭ ના ખુણે પૈસા-પાના વડે તીનપતી રોન-પોલીસ નામનો હારજીતનો જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડી ગંજીપતાના પાના તથા રોકડા રૂ. ૧૦,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ચાર શખ્સો (૧) બીપીન રમેશભાઈ પરમાર ઉ.વ. ૪૧ ધધો પ્રા. નોકરી રહે. પરસાણાનગર શેરી નં. ૭ (૨) અમિત રમેશભાઈ પરમાર ધકાણ  ઉં, વ. ૧૮ ધંધો પ્રા, નોકરી રહે. પરસાણાનગર શેરી નં.૭ (3) દિપક જેશીંગભાઈ જાડેજા  ઉ.વ ૩૫ ધંધો પ્રા. નોકરી રહે. વાલ્મીકીવાડી શેરી નં. ૧/૩ નો ખૂણો જામનગર રોડ તથા (૪) સુરેશ ગોવિંદભાઈ બારૈયા ઉ.વ.. ૪ર ધંધો નિવૃત રહે. વાલ્મીકીવાડી શેરી નં. ૪ જામનગર રોડને પકડવામાં આવ્યા છે.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૨  મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ પી.કે.દીયોરાની સુચના હેઠળ આ કાર્યવાહી થઈ હતી.

(6:36 pm IST)