Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખપદે મયુરસિંહ જાડેજા તથા સેક્રેટરી પદે અનિમેષ દેસાઈની બિનહરીફ વરણી

મયુરસિંહ જાડેજા પ્રમુખ, સત્યેન પટેલ ઉપપ્રમુખ, સેક્રેટરી પદે અનિમેષ દેસાઈ, ટ્રેઝરર તરીકે બાબુલાલ ભુવા, સહમંત્રી તરીકે નાથાભાઈ સોજીત્રા તથા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે કેશુભાઈ ભુતની સતત બીજી ટર્મમાં બિનહરીફ પસંદગી

૨૦૧૯થી ૨૦૨૨ની ટર્મ માટે કેમીસ્ટ એસોસીએશન રાજકોટની ચૂંટણીમાં ૨૫ સભ્યોની કારોબારી બિનહરીફ જાહેર થયેલ જેની મીટીંગ આજરોજ બપોરે ૪ વાગ્યે કેમીસ્ટ એસોસીએશન રાજકોટની ઓફીસે મળતા નવી ટર્મ માટેના પ્રમુખપદે મયુરસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખપદે સત્યેનભાઈ પટેલ, સેક્રેટરી તરીકે અનિમેષ દેસાઈ, ટ્રેઝરર તરીકે બાબુલાલ ભુવા, સહમંત્રી તરીકે નાથાભાઈ સોજીત્રા તથા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે કેશુભાઈ ભુતની સતત બીજી ટર્મ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હાજર રહેલ સૌ કારોબારી મેમ્બરે તમામ હોદ્દેદારોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

નવી ટર્મ માટે બિનહરીફ થયેલ કારોબારીમાં ગત ટર્મ (૨૦૧૬-૨૦૧૯)ની કારોબારીમાંથી માત્ર ૨ જ ઉમેદવારોમાં ફેરફાર થયેલો છે. જેમાં ગત ટર્મમાં કારોબારી મેમ્બર તરીકે રહેલ પ્રદિપભાઈ ત્રિવેદી આઉટ ઓફ ઇન્ડિયા હોવાને કારણે ફોર્મ ભરી શકેલ નહોતા તથા દિપકભાઈ માકડીયાએ એસોસીએશનમાંથી વોલન્ટરી રીટાયરમેન્ટ જાહેર કર્યુ હતું. આ બંને સભ્યોની જગ્યાએ કાર્તિકભાઈ પાબારી તથા પારસભાઈ પારેખનો સમાવેશ કરવામાં આવ્યો છે તેવુ આજરોજ કેમીસ્ટ એસો.ના મંત્રી અનિમેષ દેસાઈએ અકિલાને જણાવેલ છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું નિષ્પક્ષ સંચાલન મુખ્ય ચૂંટણી કમિશ્નર નસરૃદ્દીનભાઈ પરબતાણી તથા બંને સહાયક ચૂંટણી કમિશ્નર સંજયભાઈ ઉનડકટ તથા ભરતભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યુ હતું. ચૂંટાયેલ તમામ હોદ્દેદારો ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(7:30 pm IST)