Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

તમારો કચરો તમે સ્વીકારો :વેફર્સ સહિતનાં ખાદ્ય પદાર્થો પ્લાસ્ટીકમાં વેચતી કંપનીઓને નોટીસ

અંદાજે પ૦ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન અપાશેઃ પ્લાસ્ટીક પાઉચ પરત કરનારને પૈસા આપવા સહીતની યોજના અમલમાં મુકવા બે મહિનાની મુદતઃ પાન-ફાકીના વેપારીઓને પણ ફાકીના પ્લાસ્ટીકના નીકાલની જવાબદારી સુપ્રત કરાશે.

રાજકોટ તા. ૧૧ : મ્યુ.કોર્પોરેશન દ્વારા પર્યાવરણ શુદ્ધીના વિવિધ પગલાઓ લેવામાં આવે છે જેમાં પ્લાસ્ટીક પેકીંગમાં વેફર્સ-બિસ્કીટ સહીતના ખાદ્ય પદાર્થો વેચતી કંપનીઓને તેઓની કંપનીઓ પ્લાસ્ટીકમા પેક કરીને વેચલા ખાદ્યપદાર્થોના પ્લાસ્ટીક પેકિંગનો કચરો કંપનીએ પોતેજ સ્વીકારી અને તેના નિકાલની નિવ્યવસ્થા કરવાની જવાબદારી ફરજીયાત પણે આપવા અંગેના નોટીસો મ્યુ.કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવનાર છે.

આ અંગે મ્યુ.કમિશ્નર બંછાનિધીપાનીએ વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે પર્યાવરણને પ્લાસ્ટીક સૌથી વધુ નુકશાન કરે છે. તેથી તેનો બન્ને તેટલો ઓછો ઉપયોગ થાય તે માટે સરકાર અને મ્યુ.કોર્પોરેશન દ્વારા ''સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ''ની અમલવારી શરૂ કરાવાઇ છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં વેચાતા વિવિધ નાસ્તાના જેવા કે દુધ, વેફર્સ, બીસ્ટીકટ, ફરસાણ વગેરેની પ્લાસ્ટીક પેકીંગમાં વેચાણ કરતી સ્થાનિક રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કંપનીઓનો તેઓ જે ખાદ્યપદાર્થોનું પ્લાસ્ટીક પેકમાં વેચાણ કરે છ.ે તેનો કચરો એટલે કે પ્લાસ્ટીક રેપરો પરત સ્વીકારવાની જવાબદારી જે તે કંપનીએ ફરજીયાતપણે નિહાળવી તેવા પ્રકારની નોટીસો આપવામાં આવશે. જોકે આ નોટીસો આપવાની કાર્યવાહી અગાઉ શહેરમાં આ પ્રકારે પ્લાસ્ટીક પેકીંગમાં ખાદ્ય પદાર્થો વેચતી પ૦ થી વધુ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે આ અઠવાડિયામાં બેઠક યોજી અને તેઓને તેઓની કંપનીના પ્લાસ્ટીકનો કચરો પરત સ્વીકારવા માટે ખાલી થયેલા પ્લાસ્ટીક રેપરો પરત આપનારને પૈસા અથવા અન્ય કોઇ લાભ આપવાની યોજના અમલી બનાવવા સમજાવાશે અને આ યોજનાની અમલવારી માટે બે મહીનાથી મુદત અપાશે.

નોંધનીય છે કે વર્ષો અગાઉ અમુલ દુધ ત્થા ગોપાલ દુધના પ્લાસ્ટીક પાઉચ પરત આપનારને ૧ દુધનું પેકેટ મફત આપવાની યોજના હતી તેજ પ્રકારની યોજના અમલી બનાવવા વેફર્સ સહીતના ખાદ્યપદાર્થો વેચતી કંપનીઓને સમજાવાશે અને તે અંગેની વ્યવસ્થા કરવા બે મહીનાની મુદતની નોટીસો અપાશે.

શ્રીપાનીએ ઉમેર્યુ હતું કે શહેરમાંં પાન-ફાકીના પ્લાસ્ટીકનું દુષણ અટકાવવા માટે પાનના વેપારીઓને પણ ફાકીના પ્લાસ્ટીક રેપર પરત સ્વીકારવાની જવાબદારી સુપ્રત કરવાની વિચારણા હેઠળ છે.

આમ રાજકોટને પ્લાસ્ટીક મુકત શહેર બનાવવા માટે આ નિર્ણય મહત્વનો ભાગ ભજવશે તેમ શ્રી પાનીએ અંતમાં જણાવ્યું હતું.

(4:17 pm IST)