Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મ્યુનિ. અધિકારીની ફરજમાં રૂકાવટ કરવા અંગે પકડાયેલ ૧૬ કોંગ્રેસી કાર્યકરોનો નિર્દોષ છુટકારો

ગુજરાત બંધના એલાન દરમ્યાન મોંઘવારીનો વિરોધ કરવાના મુદ્દે

રાજકોટ તા.૧૧ : મોંઘવારી બાબતે ગુજરાત બંધના એલાનમાં રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના ફરજ પરના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવા અને તોડફોડ કરવાના ગુના કોંગ્રેસ કાર્યકર અર્જુનભાઇ ઘનશ્યામભાઇ ખાટરીયા તથા કાશમીરાબેન બકુલભાઇ નથવાણી સહિત ૧૬ વ્યકિતનો નિર્દોષ છુટકારો ચીફ જયુ.મેજી. શ્રી એચ.એસ.દવેએ ફરમાવેલ છે.

રાજકોટમાં રાષ્ટ્રીય કોંગ્રેસ તથા રાષ્ટ્રીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા ૧૮-/૯/૧૯૯૮ ના રોજ ગુજરાત બંધના એલાનના અનુસંધાને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન કચેરી બંધ કરાવવાના ઇરાદે ટોળા ધસી આવીને મંડળી રચી તેના સભ્યો બની હુલડ કરવાના ઇરાદે પ્રાણાઘાતક હથિયારોથી સજ થઇ રાજકોટ મ્યુ.કોર્પો.કચેરી ઉપર પથરમારો કરીને ફરજ પરના ર્કાચારી સાથે જપાજપી કરી ફરીયાદી તથા સાહેદોને મુઢમાર મારી, પથ્થરોના ઘા કરી કચેરીના બારી દરવાજા કાચ, ફોડી નાખી અને જાહેર મિલ્કતને નુકશાન પહોંચાડી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરી ગુજરાત બંધના એલાનના અનુસંધાને પોલીસ કમિશ્નર રાજકોટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છ.ે

કોર્ટ ઠરાવેલ કે, તપાસવામાંં આવેલ સાહેદો ફરીયાદ પક્ષના કેસને સમર્થન આપતા નથી. ફરજ બજાવતા કર્મચારી અમિતભાઇ ચોલેરાનો પુરાવો પણ ફરીયાદ પક્ષને સમર્થન કાર્ય પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી. ટોળામાં કોઇને કોન હાજર હતા તેવુ પણ સાબીત થતું નથી. અને ટોળામાં માણસો કયા પક્ષના હતા તે પણ સાબીત થતું નથી. તેમજ ઇજા કોને થયેલ તે પણ સાબીત થયેલ નહિં. જેથી ચીફ. જયુ. મેજી. સાહેબ (૧) કાશ્મીરાબેન બકુભાઇ નથવાણી (ર) ચંદુભાઇ પુજાભાઇ બાલાસરા (૩) અર્જુનભાઇ ઘનશ્યામભાઇ ખાટરીયા(૪) ઓસમાણભાઇ જુમાભાઇ (પ) લાધાભાઇ જાદવભાઇ બોરસદીયા (૬) જયોત્સનાબેન મહેશકુમાર ભટ્ટી (૭) કિરીટસિંહ જયસિંહ કામલીયા (૮) કેતનભાઇ સુરેન્દ્રભાઇ રાઠોડ (૯) બકુલભાઇ સુરેશભાઇ નથવાણી (૧૦) હસમુખભાઇ ખીમજીભાઇ ચાવડા (૧૧) અશોકભાઇ નાનકદાસ સિંધવ (૧ર) અમરસી તેજાભાઇ મકવાણા (૧૩) રમણીકભાઇ જેઠાલાલ (૧૪) ફારૂક અહેમદભાઇ માવણી (૧પ) યુસુફ રહિમભાઇ ઘાંચી (૧૬) મુન્નાબાપુ ઉર્ફે હબિબ મીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવેલ છે.

આરોપી પક્ષ ેએડવોકેટ સંજયભાઇ એચ.પંડયા, મનિષ એચ. પંડયા, નિલેષ ગણાત્રા, તેમજ રવિભાઇ ધ્રુવ તથા ઇરશાદ શેરસીયા તથા પી.જે. કારીયા અને એસ.એમ. ગોંડલીયા વિજયસિંહ જાડેજા રોકાયા હતા.

(4:11 pm IST)