Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પાક વિમા પ્રશ્ને ખેડુતો ઉકળી ઉઠયા : કલેકટરને આવેદન :હવે સરકાર કાંઇ નહીં કરે તો ગામડા બંધ : શાકભાજી-દુધનું વેચાણ બંધ

મતદાનનો બહિષ્કાર-સ્વૈચ્છિક મૃત્યુ માટે મંજુરી સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમોની ચેતવણી : કલેકટર કચેરીએ પોલીસ મેડુત આગેવાનો વચ્ચે ધમાલ થતા આગેવાનો ધરણા પર બેસી જતા ૮ ની અટકાયત :કુલ ૩૪ ની અટકાયત ૨૬ પુરૂષો અને ૮ મહિલાની પોલીસે અટકાયત કરી

કલેકટર કચેરીએ પાક વિમા પ્રશ્ને આવેદન આપવા આવેલા ખેડુતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું આ ગેવાનો સ્થળ ઉપર જ ધરણા ઉપર બેસી ગયા હતા, મામલો તંગ બન્યો અને પછી પોલીસે ૮ લોકોની અટકાયત  કરી તે નજરે પડે છે.

રાજકોટ તા ૧૧ : પાક વિમા પ્રશ્ને ભારતીય કિશાન સંઘના આગેવાનોએ કલેકટરને આવેદન આપી ઉમેર્યુ હતું કે, રાજકોટ જીલ્લાના પડધરી, વિંછીયા, ઉપલેટા અને ધોરાજી ઉપરાંત અન્ય સાત તાલુકાઓમાં પુરતો વરસાદ થયેલ નથી, જેને પરીણામે બિયારણ અને ખાતર નિષ્ફળ જતા સરકારશ્રીએ બિયાણ અને ખાતરની સહાય ખેડુતોને ચુકવેલી, જે એક અકીકત છે. હવે જો વરસાદને અભાવે બિયારણ અને ખાતર ખેડુતોના નિષ્ફળ  ગયેલ હોય તો આ પાકોનું ઉત્પાદન કઇ રીતે થઇ શકે? મગફળી અને કપાસનું ઉત્પાદન થયેલ જ ન હોઇ તો ખેડુતોને પાક વિમો નિયમ મુજબ ચુકવવા પાત્ર જ બને છે. ખેડુતોએ પાકનો વીમો લીધેલો છે. તેનું પ્રીમીયમ કંપનીને ભરેલ છે, અને પાક નિષ્ફળ ગવયેલ છે તે સરકારશ્રીની પણ જાણમાં છે. પાકવીમો ચુકવવામા ંખેડુતોનો હક કાયદેસર અને નિયમસર હોવા છતાં વીમા કંપનીઓ તેની મનમાની કરી રહી છે. તાલુકાઓના ખેડુતોને ચુકવવા પાત્ર વીમો તાત્કાલીક ચુકવી આપવામાંઆવેતેવી બુલંદ માંગણી સાથે ભારતીય કિશાન સંઘ આ અંતિમ અને આખરી મલ્ટીમેટમ રોષ સાથે આજરોજ રજુ કરીને તાલુકાઓના ખેડુતોની આ ન્યાયીક માંગણીનો તાકીદે નીર્ણય કરવામાં નહીં આવે અને ઉપેક્ષા કરવામાં આવશે તો હવે પછી થી ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ રાજકોટ જીલ્લાના ૧૧ તાલુકાના ગામડાઓના ખેડુતો ન્યાય મેળવવા માટે ઉગ્રમાં ઉગ્ર આંદોલનો અને ઓચિંતા કાર્યક્રમો એલાને જંગ જેવા કે ગામડાઓ સંપૂર્ણ બંધ, શાકભાજી-દુધ અને અનાજનું વેચાણ બંધ, રસ્તા રોકો આંદોલન, ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે દરેક ગામોએ કાર્યકરોને પ્રવેશબંધી ફરમાવવી, મતદાનનો બહિષ્કાર, ઉપાવાસ આંદોલન, સ્વૈચ્છિક મૃત્યુ માટે મંજુરી માંગણી  વગેરે આશ્ચર્યજનક કાર્યક્રમો ચાલુ રાખશે જેની સરકારશ્રીએ ગંભીરતાથી નોંધ લેવી.

(4:10 pm IST)