Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કચરા પેટી સળગાવનાર સામે પોલીસ ફરીયાદઃ પાની

કેનાલ રોડ વિસ્તારમાં કચરા પેટી સળગાવનાર સામે પુરાવા એકત્રીત કરી ફરીયાદ કરવા સુચના

રાજકોટ તા. ૧૧ :..  શહેરના વિવિધ માર્ગો પર રાખવામાં આવેલી બ્લુ અને ગ્રીન રંગની ડસ્ટ બીનને નુકશાન પહોંચાડવાની કે તેને સળગાવી દેવાની પ્રવૃત્ત્િ।ની ગંભીરતાથી નોંધ લઇ મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ  એફ.આઈ.આર. દાખલ કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને સૂચના આપેલ છે.

આ અંગે મ્યુ. કમિ. બંછાનીધિ પાનીના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ વોર્ડ નં ૧૪ માં આવેલ કેનાલ રોડ ઉપર મિલન જનરલ સ્ટોરની બાજુમાં ફૂટપાથ ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુકા અને ભીના કચરા માટે બ્લુ અને ગ્રીન ડસ્ટ બીન રાખવામાં આવી હતી. જે તા.  ૮ એપ્રિલનાં સવારે આશરે ૭-૩૦ આસપાસ સળગેલી હાલતમાં જોવા મળેલ હતી. કોઈ અજાણ્યા શખ્શો દ્વારા ડસ્ટ બીન સળગાવી રાજકોટ મહાનગરપાલિકાને આર્થિક નુકશાન કરેલ છે, તેમજ જાહેર જનતાની સુવિધા માટે કરવામાં આવેલી ડસ્ટ બીનની વ્યવસ્થાને પણ ખોરવવાનો પ્રયાસ થયેલ છે. આ અનુસંધાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ સદ્યળી હકિકત રજુ કરી આ મામલામાં એફ.આઈ.આર. દાખલ કરાવવા કાર્યવાહી કરવામાં આવશે.

દરમ્યાન મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને સુવિધાઓ માટે વિવિધ કાર્યો કરવામાં આવી રહયા છે. જાહેર જનતા માટે શહેરમાં જાહેર માર્ગો પર તેમજ અન્ય જાહેર સ્થળોએ ઉભી કરવામાં આવતી વિવિધ સુવિધાઓ આખરે તો જાહેર જનતાની જ સંપતિ છે. સૌ નાગરિકો જાહેર હિતમાં આ પબ્લિક પ્રોપર્ટીની જાળવણી કરે તેવી હાર્દિક અપીલ છે.

મ્યુનિ. કમિશનરશ્રી વધુમાં એમ પણ કહ્યું કે, જાહેર સંપતિને નુકશાન કરવું એ એક ગુન્હો છે અને આવી પ્રવૃત્ત્િ। નાં થાય તે જાહેર હિતમાં અત્યંત ઇચ્છનીય છે, આમ છતાં જો કોઈ વ્યકિત/વ્યકિતઓ દ્વારા આવી સંપતિને નુકશાન કરવામાં આવશે તો  મ્યુ. કોર્પોરેશન  ફોજદારી રાહે કાર્યવાહી કરશે.તેમ અંતમાં જણાવાયું હતું.

(4:07 pm IST)