Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

રાજકોટના સુમેર કુરેશીને જામનગર પોલીસે વરલી રમાડતો હોવાની શંકા કરી ફટકાર્યો

ગાંધીગ્રામનો યુવાન હોસ્પિટલના બિછાનેઃ તે કહે છે-ઇ બૂકની એજન્સીનું કામ કરવા ગયો'તોઃ ઇ-બૂક થકી જૂગાર રમાડાતો હોવાની પોલીસને શંકા હતી

રાજકોટ તા. ૧૧: શહેરના ગાંધીગ્રામ ભારતીનગર-૧માં રહેતાં સુમેર સાદીકભાઇ કુરેશી (ઉ.૨૨) નામના યુવાનને તે જામનગરમાં કિશાન ચોક ખાતે સુમરા ચાલીમાં આવેલી દૂકાને હતો ત્યારે એ-ડિવીઝન પોલીસના સ્ટાફે પોલીસ મથકે લઇ જઇ માર મારતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

સુમેરે એવું જણાવ્યું હતું કે પોતે રાજકોટની નટરાજ પબ્લીકેશન કંપનીની ઇ-બૂકના એજન્ટ તરીકે કામ કરે છે. આ ઇ-બૂકને પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરીને જનરલ નોલેજ સહિતની માહિતી મેળવી શકાય છે. કંપનીની આ ઇ-બૂકના કામ માટે પોતે જામનગર ગયો હતો અને ત્યાં દૂકાન રાખી આ કામ કરતો હતો ત્યારે પોલીસે આવી તું ઇ-બૂક થકી વરલી મટકાનો જૂગાર રમાડે છે, તેમ કહી પોલીસ મથકે લઇ જઇ મારકુટ કરી હતી. આક્ષેપો સાથે આ યુવાન રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર પોલીસને જાણ કરી છે.

(4:00 pm IST)