Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

શનિવારે લલીતા આર્ટસનું કોમેડી નાટક ''ડાહ્યા ઘરનાં બધા જ ગાંડા''

રાજકોટનું એકમાત્ર નાટક જેનો ૩૫મો શો

રાજકોટ તા.૧૧: આગામી તા. ૧૩ શનિવારના રોજ રાજકોટના ઓશો સન્યાસી અશોક લૂંગાતર દ્વારા લિખિત, દિગ્દર્શિત, અભિનિત ઇન્સટન્ટ ફ્રેસ કરતું, અસહ્ય ગરમીથી રાહત આપતું, પૂરા ગુજરાતમાં ધૂમ મચાવતું કોમેડી સસ્પેન્સ નાટક ''ડાહ્યા ઘરનાં બધા જ ગાંડા''નો ૩૫મો શો હેમુ ગઢવી હોલ (મીની)માં રાખવામાં આવ્યો છે.

જેમાં કલાના ઓજસ પાથરી રહ્યા છે શ્રધ્ધા માંકડ, નિરાલી, આરતી દિલીપ દવે, મહેશ બુદ્ધદેવ, ચેતન ચૌહાણ, રાજપાલ, શ્યામ સોની તથા બાળ કલાકાર કાવ્યા, લાઇટ્સ શુભમ અદાણી, સાઉન્ડ મહર્ષિ, સેટ્સ લલીતા આર્ટસ તથા ઉદ્દઘોષક શ્રી દિનેશ બાલાસરા.

અત્રે એ જણાવવું જરૂરી છે કે ગયા વર્ષે આ નાટકનો રપમો શો (સિલ્વર જયુબિલી) ઓશો સન્યાસી તથા પ્રેમીઓ માટે ખાસ રાખેલો જે વરસતા વરસાદમાં પણ હાઉસફૂલ ગયેલો હતો. ટેન્શનફુલ લાઇફમાંથી હાસ્યના હોજમાં કુદકો મારી ઇન્સટન્ટ ફ્રેસ થાવ.

સ્થળઃ હેમુ ગઢવી મિની થિયેટર-ટાગોર રોડ, રાજકોટ, સમયઃ રાત્રે ૯.૩૦ કલાકે વિશેષ માહિતી અશોક લુંગાતર મો. ૯૮૨૪૪ ૯૨૩૯૨, સ્વામિ સત્ય પ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

(4:00 pm IST)