Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

FMCG દ્વારા થતી છેતરપીંડી અંગે રજુઆત

વિવિધ એફ.એમ.સી.જી. કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે કરવામાં આવતી છેતરપીંડી અંગે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. ગ્રાહકોના હીત રક્ષણ માટે ત્વરીત પગલા ભરવા માંગણી ઉઠાવાઇ હતી. સાથો સાથ જિલ્લા ગ્રાહક હિત રક્ષક સમિતિમાં એ.બી.જી.પી.ના પ્રતિનિધિત્વ અંગે અને આગામી કાર્યક્રમો અંગે જનવાણી કાર્યક્રમ તેમજ ગ્રાહક હક કાનુન અંગે પ્રચાર પ્રસારની યોજનાઓ પણ રજુ કરવામાં આવી હતી.  ગ્રાહકો પોતાની કોઇપણ ફરીયાદ માટે એ.બી.જી.પી. કાર્યાલય ૨૦ ન્યુ જાગનાથ, પટેલ બિલ્ડીંગ ખાતે સાંજે પ થી ૬ માં રૂબરૂ અથવા બાબુભાઇ પટેલ મો.૯૮૨૫૬ ૮૭૮૨૨ અથવા ચેતનભાઇ મજીઠીયા મો.૯૮૨૪૪ ૪૪૬૦૫ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:59 pm IST)