Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચિત્રકુટમાં સદ્ગુરૂ સેવા સંઘના નેત્ર ચિકિત્સાલય દ્વારા ૧.૩૨ લાખ આંખોની વિક્રમજનક સર્જરી

રાજકોટ તા ૧૧ :  સદ્ગુરૂદેવશ્રી રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને આર્શીવાદથી સ્થાપિત થયેલું શ્રી સદ્ગુરૂ સેવા સંંઘ ટ્રસ્ટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્ત્તરની નેત્ર સેવાઓથી ચિત્રકુટ નેત્ર ચિકિત્સાલય દર વર્ષે નેત્ર ચિકિત્સાલયનાં ક્ષેત્રમાં એક નવું અજાયબી ઉભી કરી રહયું છે. તેની શંૃંખલામાં વર્ષ ૨૦૧૮-૧૯ ની સાલમાં સદ્ગુરૂ ેને  ચિકિત્સાલય ૧.૩૨ લાખ આંખોની સર્જરી સફળતાપૂર્વક કરી છે. બધાં ઓપરેેશન એક જગ્યાએ રેકર્ડરૂપ છે.

આ બધાય ઓપરેશન આંતરરાષ્ટ્રીય સ્ત્તરનાં માનકો અનુસાર બધી સુવિધાઓથી યુકત ૨૬ મોડયુલર ઓપરેશન થિયેટરોમાં નવીનત્તમ અને આત્યાધુનિક મશીનો દ્વારા વિશેષજ્ઞોની ટીમ દ્વારા કરવામાં આવ્યા. આ મોડયુલર થીયેટર કોમ્પલેક્ષ ઓફ થેલ્મોલીજીનાં ક્ષેત્રમાં વિશ્વનું સૌથીમોટુ આઇ.ઓ.ટી. કોમ્પલેક્ષ છે. આ વષ  ર્ે થયેલા ઓપરેશનોમાં સૌથી વધારે સંખ્યા મોતિયાના   દર્દીઓની  સાથે સાથ ેરેટીયા, કોર્નિયા, ઓકલોપ્લાસ્ટી, બાલ નેત્ર અને ગ્લોકોમાની  સર્જરીઓ પણ તેમાં જોડાયેલી છે.

આ વર્ષે હોસ્પિટલે ઓ.પી.ડી.ના માધ્યમથી આશરે ૧૨ લાખ મરીજોનું નેત્ર પરીક્ષણ કર્યુ અને તેમને સુવિધાઓ સુલભ કરાવી છે. વિશેષ વાત એ છે કે, જનયાં દર વર્ષે ગામડાઓમાં નેત્ર રોગથી પીડીત થયેલા રોગીઓને નેત્ર ચિકિત્સા અને સુવિધા આપવા માટે લાગતા નિઃશુલ્ક (વિના મૂલ્યે) નેત્ર શિબીરોની સંખ્યા ગયા વર્ષે ૩૨૦૦ હતી, તે આ વર્ષે  વધીને ૩૭૦૦ થઇ ગઇ છે. સાથે-સાથે આ આયોજીત થનારા નેત્ર શિબીરોમાં નયાં ગયા વર્ષે ૭૮૦૦૦ મરીજોનું ઓપરેશન થયું એ વધીન ે આ  વર્ષેે ૮૪૦૦૦ મરીજોનું ઓપરેશન શિબીરના માધ્યમથી સંપન્ન થયું છે.

સદ્ગુરૂ ચિકિત્સાલયે મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશના આશરે ૧૨ જિલ્લાઓમાં કુલ ૪૨ નેત્ર પશ્રીષણ કેન્દ્ર ચાલુકર્યા છે. આ નેત્ર પરીક્ષણ કેન્દ્રોમાં ત્યાં આસપાસના દર્દીઓનું પ્રાથમીક નેત્ર પરીક્ષણ થાય છે અને તેમને કેવળ ઓપરેશનની જરૂરીયાત પડવા માટે જ ચિત્રકુટ અવવાની જરૂરરત છે.

વર્ષભરમાં અહીં ૨૦૦ થી વધુ નેત્રદાન થાય છે. સદ્ગુરૂ નેત્ર ચિકિત્સાલયનાં અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્ત્તરની આધુનિક નેત્રબેંક પણ ચાલે છે.

વર્ષ ૧૯૬૮ની સાલમાં મધ્યપ્રદેશમાં ધાર જિલ્લામાં નેત્રયજ્ઞમા઼ સમયે શ્રી રણછોડદાસજી મહારાજએ શ્રી સદ્ગુરૂ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી અને તે દરમ્યાન ભારતના ખ્યાતનામ ઉદ્યોગપતિ શેઠ શ્રી અરવિંદભાઇ મફતલાલને એની બાગડોર સોંપી. અધ્યક્ષશ્રી અરવિંદભાઇ મફતલાલના નેતૃત્વમાં ચાર દાયકાથી પણ વધુ સમય ટ્રસ્ટએ જુદા જુદા તબક્કાઓમાં સેવાકાર્યોમાં વિકાસ પામ્યું અને ગુરૂદેવના '' માનવ સેવાનાં'' ઉદ્ેશ્યની પૂર્તિ કરી. હાલમાં તેમના પોૈત્ર શ્રી વિશદ પી.મફતલાલ ટ્રસ્ટના અધ્યક્ષરૂપે કાર્ય કરી રહ્યાં છે, અને તેમના માર્ગદર્શનમાં સામાજિક વિકાસના ક્ષેત્રમાં ટ્રસ્ટ યોગદાન કરી આપી રહયું છે.

વર્તમાન ચિત્રકુટમુકામે શ્રી સદ્ગુરૂ સેવા સંઘ ટ્રસ્ટના જુદા જુદા પ્રકલ્પો ગયા પાંચ દાયકાથી સંચાલિત થઇ રહયાં છે. આ નેત્રયજ્ઞ એ વર્ષ ૧૯૭૨ થી ૧૨ બેડની નાની કલીનીકથી આજે વિશ્વનું સૌથી આધુનિક આને મોટુ આંખોનાં હોસ્પિટલ સુધીનું આખું સફર કર્યુ છે. નેત્ર સેવાઓ પ્રદાન કરવાની સાથેે આંતરરાષ્ટ્રીય નેત્ર ચિકિત્સા પરિષદ (આઇ.સી.ઓ.) થી પણ ચિકિત્સાલય માન્યતા પ્રાપ્ત છે. અને તેથી સદ્ગુરૂ નેત્ર ચિકિત્સાની સાથે ટ્રેનીંગ સેન્ટર એટલેે કે પ્રશિક્ષણ કેન્દ્રનાં રૂપમાં પણ વિખ્યાત છે. નેત્ર ચિકિત્સાની સાથે સાથે સદ્ગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા એક જનરલ જાનકીકુંડ ચિકિત્સાલયનાં નામેસંચાલિત છે. જેના અંતર્ગત દર વર્ષે હજારો મરીજ સામાન્ય સ્વાસ્થય સેવાઓ પ્રાપ્ત કરી રહયાંછે. આની સાથે ગ્રામીણ વિકાસના બીજા વિકલ્પો જેમાં મુખ્યરૂપથી શિક્ષાની અંતર્ગત સંસ્કૃત મહાવિદ્યાલય,ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, હિન્દી મીડીયમ સ્કુલ, નર્સિગ અને પેરામેડીકલ, કોમ્પ્યુટર અને સંગીતના કોર્સ સાથે વ્યવસાયિક પ્રશિક્ષણના માધ્યમથી કુલ ૩૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દર વર્ષે અધ્યન પ્રાપ્ત કરે છે.

આ સાથે ગામોમાં રહેતી ગ્રામીણ અને આદિવાસી મહીલાઓને સશકત કરવા માટે ગૃહ ઉદ્યોગના માધ્યમથી નારી-સશકિતકરણનું પણ કાર્ય મહિલા સમિતીના નામે ચાલી રહય ું છે, જેમાં ૧૫૦ થી વધુ મહીલાઓ લાભ લઇ રહી છે. ગોૈ-સેવાનાં ક્ષેત્રમાં પણ ટ્રસ્ટ દ્વારા એક પાંજરાપોળ સંચાલિત થાય છે. જેમાં ૨૦૦ થી વધુ નિરાશ્રીત ગાયોના ચારા-પાણી અને દવા આદિની વિેશષ સગવડ નિઃશુલ્ક કરવામાં આવે છે. આ સાથે કૃષિ અને ગોૈપાલન જેવાં ગ્રામીણ વિકાસના બીજા પ્રકલ્પો પણ ટ્રસ્ટ ચલાવી રહયું છે.

(3:59 pm IST)