Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

'સુરીલી સાંજ કલબ' દ્વારા શનિવારે ગીતોની મહેફીલ

નવોદિત કલાકારોને તક : સંસ્થાનો બીજા વર્ષનો પ્રથમ કાર્યક્રમ : સંગીત પ્રેમીઓને આહવાન

રાજકોટ તા. ૧૧ : સુરીલી સાંજ સીંગીંગ કલબ દ્વારા સફળ દ્વીતીય વર્ષમાં પ્રવેશ સાથે આગામી તા. ૧૩ ના શનિવારે કર્ણપ્રિય ગીતોનો કાર્યક્રમ આયોજીત કરાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્થાના સુકાનીઓએ જણાવેલ કે નવોદિત કલાકારોને તક મળે તેવા હેતુથી આ સંસ્થાન શરૂ કરવામાં આવેલ. એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરેલ છે.

આ અવસર નિમિતે આગામી તા.૧૩ ના શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યે ચુનંદા ગીતોનો એક કાર્યક્રમ અરવિંદભાઇ મણીઆર હોલ ખાતે યોજેલ છે. જેમાં સતીષભાઇ કોટક, પુજાબેન પીત્રોડા, રાજ માહી, મહેશભાઇ ત્રિવેદી, કમલભાઇ અનોવાડીયા નવા, જુના, મધ્યમ કર્ણપ્રિય ગીતો રજુ કરશે.

મહોબત જીંદા રહેતી હૈ, તુ મેરી જીંદગી હૈ, હોશવાલો કો ખબર કયા... સહીતના ગીતોની સૂચી તૈયાર કરવામાં આવી છે. રસ ધરાવતા સર્વેને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા સુરીલી સાંજના સહકન્વીનર રાજ માહી (મો.૭૭૭૯૦ ૭૦૮૪૮), સતીષભાઇ કોટક, પુજાબેન પિત્રોડા, મહેશભાઇ ત્રિવેદી, કમલભાઇ અનોવાડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:53 pm IST)