Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સફાઇ કામદારોને ટાઢા પોરે ફરજ

મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીનો માનવતાવાદી નિર્ણયઃ અસહ્ય ગરમીને કારણે સમયમાં ફેરફાર

રાજકોટ તા. ૧૧ :..  શહેરમાં ઉનાળાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા આગામી તારીખૅં ૧૧એપ્રિલથી તારીખ૨૦ જુન સુધી રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડના સફાઈ કામદારોનો ફરજનો સમય બદલાવવામાં આવેલ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા હેઠળના વોર્ડ નં. ૧ થી ૧૮ના સફાઈ કામાંદારીની ફરજનો સમય સવારે ૬-૩૦ થી ૧૦-૩૦ કલાક તથા બપોરનો સમય ૪ થી ૭ કલાકનો રહેશે. ત્યારબાદ તારીખૅં ૨૧-૦૬-૨૦૧૯ થી રાબેતા મુજબ સફાઈ કામદારોની ફરજનો સમય સવારે ૦૬:૩૦ થી ૧૦:૩૦ કલાક તથા બપોરનો સમય ૩ થી ૬ કલાકનો રહેશે

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા હેઠળના વોર્ડ નં. ૦૧ થી ૧૮ના એસ. આઈ અને એસ. એસ. આઈ. શ્રીઓને જાણ કરવામાં આવેલ છે.તેમ અંતમાં જણાવાયું હતું.

(3:50 pm IST)