Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જૈન વિઝન દ્વારા ૨૧મી સદીમાં જૈન દર્શન ઉપર વકતવ્ય યોજાયુ

જૈન સૌથી યુવાન ધર્મ છે- કાજલ ઓઝા વૈદ્યઃ જન્મે જૈન ન હોય એ પણ જૈનત્વ અપનાવી શકે - અંકિત ત્રિવેદીઃ પોતાની ભૂલ કબુલીને ક્ષમા માંગનાર મોટો વીર છેૅં જવલંત છાયા

રાજકોટ તા. ૧૧: મહાવીર જયંતિની ઉજવણીના ભાગરુપે જૈન વિઝન સંસ્થાના ઉપક્રમે જૈન ચિંતનનો સુંદર કાર્યક્રમ હેમુ ગઢવી હોલમાં યોજાયો હતો. ગુજરાતના જાણીતા વકતાઓએ ૨૧મી સદીમાં જૈન દર્શન જેવા ગહન અને વિશાળ વિષય પર મનનીય વકતવ્યો આપ્યાં હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ મોડી રાત સુધી આ વકત્વ્યો માણતાં બેઠાં હતા અને સમગ્ર આયોજનને એમણે બિરદાવ્યું હતું.

રાષ્ટ્રીય કક્ષાના સહકારી અગ્રણી જયોતીન્દ્રભાઇ મહેતા, નાગરિક સહકારી બેન્કના ચેરમેન નલિનભાઇ વસા તથા ક્રિકેટર ચેતેશ્વર પૂજારા, અપૂર્વ મણિયાર, સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલ રુપાણી, ડો હિરેનભાઈ કોઠારી, ડો અમિત હપાણી, ડો પારસભાઈ શાહ, ઋસભભાઈ શેઠ પરસભાઈ ખારા, મિતુલભાઈ વસા, જૈન અગ્રણી જીતુભાઇ ચાવાળા, સુનિલભાઈ શાહ, પ્રવીણભાઈ કોઠારી, પી એન દોશી, જયંતભાઈ મેહતા, જીતુભાઇ મારવાડી, ફૂલછાબના કોશીકભાઈ મેહતા, સાંજ સમાચાર ના વિમલભાઈ ધામી, રસિકભાઈ પાબારી, હર્ષિતભાઈ રુદ્યાણી,  રાજુભાઇ સદ્યવી, અશ્વિનભાઈ કોઠારી, જેનિસભાઈ અજમેરા, વિભાસભાઈ શેઠ, હિતેશભાઈ મેહતા, અતુલભાઈ સદ્યવી, મનીષભાઈ મેહતા, બોલબાલા ના જયેશભાઇ ઉપાધ્યાય અબતક ના મનોજભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

જૈન વિઝનના આ કાર્યક્રમમાં ઉપસ્થિત નલીનભાઇ વસાએ પ્રાસંગિક ઉબોધન કરતાં જણાવ્યું કે યુગોથી આ ધર્મ આપણને અજવાળતો અને ઉજાળતો રહ્યો છે. જૈન વિઝને આ સમયે આવા ચિંતનનું જે આયોજન કર્યું એ પ્રશંસનીય છે. સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતાએ જૈન તત્વના મહત્વની વાત કરી હતી. રસ્તા પર અકસ્માત થાય કે પર્વત પર ચડતાં કોઇ હુમલો કરે તો ય વેરભાવ રાખ્યા વગર જૈન સાધુ-સાધ્વીઓ હંમેશા ક્ષમા કરતા આવ્યાં છે એ જૈનદર્શન છે. ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પણ પ્રસંગને અનુરુપ ઉદબોધન કર્યું હતું.

૨૧જ્રાક સદીમાં જૈન દર્શન વિષય પર વિશદ છણાવટ કરતાં નવલકથાકાર-લેખિકા કાજલ ઓઝા વૈદ્યે કહ્યું કે જૈન ધર્મ આજે પણ એટલે ટકે છે કે એ સૌથી યુવાન ધર્મ છે. આ ધર્મમાં સૌનો સ્વીકાર છે. આહાર વિહારના જે નિયમ છે એ વિજ્ઞાન આધારિત છે. એટલે આ ધર્મ આપણને સ્પર્શે છે. સમતા અને ત્યાગથી જીવવાનું એ શીખવે છે. સંવત્સરીને દિવસે કહેવામાં આવતુ મિચ્છામિ દુક્કડમ એ ફકત શબ્દ નથી એ જીવનશૈલી છે. માફી આપીને અને માંગીને માણસ હળવો થાય છે. કવિ-લેખક અંકિત ત્રિવેદીએ કહ્યું કે જૈન દર્શન મને એટલે ગમે છે કે એ સહજ છે. જન્મે જૈન ન હોય  પણ જૈન હોઇ શકે છે. ચિત્રલેખાના પત્રકાર-લેખક જવલંત છાયાએ જણાવ્યું કે જૈન દર્શન તો વિશાળ વિષય છે પણ ક્ષમા અને અહિંસા બે બાબત જો સમજાઇ જાય તો જૈનદર્શન સમજાય. માણસ ક્ષમા આપે એ તો વીર છે.પણ પોતાની ભૂલ કબુલીને ક્ષમા માંગનાર મોટો વીર છે. અને અહિંસા એ નમાલાપણું, નામર્દાઇનું લક્ષણ નથી. સામેના માણસને મારવાની ક્ષમતા હોવા છતાં મારીએ નહીં એ અહિંસા છે. જીવનની નાની નાની બાબતમાં અહિંસા પ્રગટતી હોય છે. જૈન વિઝન સંસ્થાએ વકતાઓનું સન્માન પણ વિશેષ રીતે કર્યું હતું.જૈન વિઝન પરિવારની દીકરી ઝીલ સંદ્યવી સારી ચિત્રકાર છે.એમણે સાવ ટૂંકા ગાળા માં ત્રણેય વકતાના સ્કેચ બનાવ્યા હતા જે ગઈ કાલે સંસ્થાના હોદ્દેદારોએ વકતાઓને અર્પણ કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન જૈન વિઝનના મિલન કોઠારીએ કર્યું હતું. જૈન વિઝનની મહિલા પાંખે લેખિકા કાજલ ઓઝા વૈદ્યનું સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનવા ભરત દોશી,  જય ખારા, ધીરેન ભારવાડા, બ્રિજેશ મેહતા ગિરિસ મેહતા, નૈમિશ પૂનાતર, સુનિલ કોઠારી, કેતન દોશી, વિપુલ મેહતા, નીતિન મેહતા, દિપક પટેલ, ટિમ જૈન વિઝન લેડીસ જેન્ટ્સ કમીટી મેમ્બરો એ જહેમત ઉઠાવેલ હતી.

(3:36 pm IST)