Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ કરતા ભાજપ આગળ

 રાજકોટઃ લોકસભાના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં વિધાનસભા ૭૦માં શહેર ભાજપ દ્વારા જોર શોરથી પ્રચાર થઇ રહયો છે રાજકોટ લોકસભા ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીની નેતૃત્વમાં  વોર્ડ નં ૧૪માં માજી મેયર ડો. જૈમિન ભાઈ ઉપાધ્યાયની આગેવાની હેઠળ કોર્પોરેટર કિરણબેન સોરઠિયા વોર્ડ પ્રમુખ અનિશ જોશી, મહેશભાઈ, કિશોરભાઈ પરમાર, મનુભાઈ જોબનપુત્રા, જયવિરસિંહ પરમાર, રૂપેશ ચાવડા, વૈશાલી મહેતા,   કિશોરભાઈ મહેતા ,શોભના બેન ચૌહાણ , સંજયભાઇ રાઠોડ, ભાનુભાઇ પટેલ, જીતેન હિંડોચા, લાલભાઇ ગોંડલિયા, હરેશભાઈ વાઢેર, અર્જુનભાઇ બારિયા, ઉતમભાઈ જાની સહિતના ૭૦થી વધુ કાર્યકરો દ્વારા આનંદ નગર હુડકો ,ખોડીયાર ચોક, મધુરમ પાર્ક ૧ અને ૨, આનંદ નગર, ૧૪૪ એલ.આઈ.જી, ભકિતનગર પોલીસ કવાટર, બી ડિવિઝન પોલીસ કવાટર સહિતના વિવિધ વિસ્તારોમાં લોક સંપર્ક કરવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:32 pm IST)